Sihor
લાયન્સ કલબ સિહોર અને અક્ષર આયુર્વેદ હોસ્પિટલના ઉપક્રમે મેડિકલ કેમ્પ યોજાયો

સિહોર લાયન્સ કલબ અને અક્ષર આયુર્વેદ હોસ્પિટલના ઉપક્રમે આજે શહેરના ભાવનગર રોડ મારુતિ દર્શન કોમ્પલેક્ષ આવેલ લાયન્સ હોલમાં યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો હતો આજે શુક્રવારના દિવસે સિહોર લાયન્સ કલબ અને અક્ષર આયુર્વેદ હોસ્પિટલના ઉપક્રમે યોજાયેલ કેમ્પમાં વૈદ્ય પ્રિયંકાબેન મોરીએ પોતાની સેવા આપી હતી
અહીં દર્દીઓને બજાર કરતા ૨૦% રાહતના ભાવે જરૂરિયાત મુજબની દવાઓ આપવામાં આવી હતી સિહોર સાથે પંથકના મોટી સંખ્યામાં દર્દીઓએ આયુર્વેદ કેમ્પનો લાભ લીધો હતો