Sihor
હનુમાન જન્મોત્સવ અંજનીના જાયાને લાડ લડાવવા સિહોર સજજ

પવાર
સિહોર સહીત જિલ્લામાં હનુમાન જન્મોત્સવની થશે ઉજવણી : શ્રીરામ ભકત મારૂતિનંદનના જન્મ વધામણાનો દિવ્ય અવસર, જય હનુમાન જ્ઞાન ગુણસાગર, જય કપીસ તિહું લોક ઉજાગર, રામદૂત અતુલિત બલધામા, અંજનિ પુત્ર પવનસુત નામા, સમગ્ર જિલ્લામાં હૈયાના હેતથી ઉજવાશે હનુમાન જન્મોત્સવ, મહાઆરતી, હવન, મારૂતિ યજ્ઞ, ભંડારો, ધ્વજવંદન, બટુક ભોજન, મહાપ્રસાદ, હનુમાન ચાલીસાના પાઠ સહિતના ધાર્મિક અનુષ્ઠાનો યોજાશે
સિહોર સહિત સમગ્ર જિલ્લામાં મારૂતિનંદન શ્રી હનુમાનજી મહારાજના જન્મોત્સવને લઈ વિવિધ ધાર્મિક અનુષ્ઠાનો બટુક ભોજન, મહાઆરતી સાથે ઉજવાશે. શ્રી રામ જય રામ જય જય રામ… ભગવાન રામની ભક્તિ કરીને અજરાઅમરનું પદ મેળવી જનાર શ્રી હનુમાનજી દાદાની કાલે જન્મ જયંતિ છે. ચૈત્રી પૂનમના દાદાના જન્મોત્સવને વહાલથી વધાવવા ભાવિક ભકતોમાં અનેરો ઉમંગ છવાયો છે.
અંજનીના જાયાને લાડ લડાવવા સિહોર આખુ હનુમાન ભક્તિમાં ઓળઘોળ બન્યુ હોય તેમ શેરીએ ગલીએ આવેલ શ્રી હનુમાનજી મંદિરોને અનેરા શણગાર કરવામાં આવ્યા છે. કાલે તમામ સ્થળોએ સવારથી જ પૂજન અર્ચન અને હનુમાનચાલીસાના પાઠ સુંદરકાંડના પાઠ, ભજન સંતવાણીઓના કાર્યક્રમો અવિરત ચાલશે. બાળકો અને મોટેરાઓ માટે ગુંદી ગાંઠીયા, ચણાનું શાક સહીતનો પ્રસાદ પીરસાશે. સિહોરમાં ઠેરઠેર આયોજીત થયા છે