Sihor
સિહોરમાં પાણીની હૈયાહોલી જેમ ની તેમ – તંત્રની અણઆવડત દૂર કરવા ઉચ્ચ અધિકારીઓ લાલ આંખ કરે તે જરૂરી

પવાર
- વોર્ડ નંબર ૫ ની જગદિશ્વરાનંદ સોસાયટીમાં પીવાના પાણી પ્રશ્ન પૂર્વ પ્રમુખ અને રહીશો દ્વારા રજુઆત
સિહોર નગરપાલિકા તંત્રના જે તે અધિકારી ની અણઆવડત કે પછી બેવડી નીતિ હોય જેને લઈને પ્રજાને પાણી પ્રશ્ને હૈયાહોળી કાયમ જગતી જ રહે છે. જેમાં સિહોર નગરપાલિકા વોર્ડ.નં૫ ના નગરસેવક અને પાલિકાના પૂર્વ પ્રમુખ દિપસંગ રાઠોડ દ્વારા જગદીશ્વરાનંદ માં પાણી નો કકળાટ ને લઈ આજે ચીફ ઓફિસર ને રજૂઆત કરેલ હતી.
જેમાં સિહોર નગરપાલિકા ના વોર્ડ નં.૫ ના જાગૃત નગરસેવક અને પૂર્વ પ્રમુખ રહી ચૂકેલ દીપસંગભાઈ રાઠોડ દ્વારા જગદીશ્વરાનંદ સોસાયટી ખાતે આવેલ વિરાટશેરી માં છેલ્લા ૧રથી ૧૫ દિવસ થી પીવાનું પાણી આવતું નથી તેમજ પાણી સપ્લાય થાય તો પૂરા ફોર્સ થી પાણી મળતું નથી જેથી રેસ્ટ હાઉસ પાસે આવેલ વોર્ડ નં૫ ના વિસ્તાર માટે વોટર વર્કસ ના સુપર વાઈઝર એવા નિવૃત કર્મચારી રહીમભાઈ બેવડી નીતિ રીતિ વાપરી એક ને ખોળ અને એક ને ગોળ ઓરમાયું વર્તન કરતા હોય રેસ્ટહાઉસ પાસે આવેલ લાઈન સાથે જોડાણ કરી વધુ બે થી ત્રણ આંટા વાલ્વ ના ખોલવા થી વધુ પ્રેશર પાણી મળી શકે .પણ અણઆવડત કે અણઘડ ને લઈ આ પરિસ્થિતિ સર્જાય છે અને આ વિસ્તારને નિયમિત ૫ દિવસ માં પાણી સપ્લાય તેમજ વધુ ફોર્સ થી નહિ અપાય તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી દિપસંગભાઈ રાઠોડ દ્વારા આપવામાં આવી છે. જોઈએ છે આ પાણીનો પ્રશ્ન સમગ્ર સિહોરમાં છે એનું નિવારણ લાવવા મોટા નેતાઓ બનીને પ્રદેશ માં બેઠેલા સિહોરના કોઈ આગળ આવે છે કે કેમ તે.