Sihor
સિહોર તાલુકા પંચાયતમાં સત્તા પરિવર્તનના એંધાણ, રાજકીય ઘમાસાણ વચ્ચે ભાજપના ચાર સભ્યો સંપર્ક વિહોણા
પવાર
અમરગઢ, આંબલા, વરલ અને ઘાંઘળી સીટ પર ચૂંટાયેલા ચાર સભ્યો કોંગ્રેસના સંપર્કમાં હોવાની પ્રાથમિક જાણકારી, કાલે ભારે ખેંચતાંણ થવાની શકયતા
છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતના રાજકારણમાં રાજકીય ધમાસણ મચી રહ્યું છે અને તેનું સૌથી મોટું કારણ છે કે વિવિધ મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ અને પંચાયતોના હોદ્દેદારોની વરણી છે. ગુજરાતની બે મુખ્ય રાજકીય પાર્ટી ભાજપ અને કોંગ્રેસ વચ્ચે આ સમયે ભારે ખેંચતાણ જોવા મળી રહી છે, ત્યારે આવો જ માહોલ સિહોરમાં પણ બન્યો હોય તેવું દેખાઈ રહ્યું છે, સિહોરમાં આવતીકાલે તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી થવાની છે, ત્યારે તેના એક દિવસ પહેલા સૂત્રો પાસેથી પાસેથી મળતી માહિતી મુજબ ભારતીય જનતા પાર્ટીના ચાર સભ્યો પાર્ટીથી સંપર્ક વિહોણા થયા છે.
સિહોર તાલુકા પંચાયતમાં હાલના કુલ 21 સભ્યો છે, જેમાં કોંગ્રેસના સભ્યોની સંખ્યા આઠ છે, હવે ભારતીય જનતા પાર્ટીના સંપર્ક વિહોણા થયેલા ચાર સભ્યો કોંગ્રેસના સંપર્કમાં હોય તેવી પણ માહિતી મળી રહી છે, એક મત મુજબ જો કોંગ્રેસના આઠ સભ્યો અને ભારતીય જનતા પાર્ટીના ચાર સભ્યો ભળે તો કોંગ્રેસની સંખ્યા 12 થઈ જાય, આવા સંજોગોમાં આવતીકાલે તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણીમાં કોંગ્રેસ ફાવી જાય, ત્યારે આવતીકાલે યોજનારી સિહોર તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણીમાં ભારે ખેંચતાણ થશે તેવું ચોક્કસ માની શકાય છે. સુત્રોની જાણકારી મુજબ સત્તા પરિવર્તનના એંધાણ દેખાઈ રહ્યા છે