Gujarat
માજી વિપક્ષીનેતા ધાનાણી બોલ્યા… અમે તો ‘પૂરા’ થઈ ગયા! ઊહકારો કરવા જેવા પણ નથી રહ્યા!!
પરેશ
રાજ્ય સરકાર ગુજરાતમાં પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષકો માટે ‘જ્ઞાન સહાયક’ યોજના અમલી બનાવવાનું જાહેર કર્યુ છે. પણ આ ઝોનનો વિરોધ કરતા મહિલા અરજદારે માજી ધારાસભ્ય પરેશ ધાનાણીને મદદ માટે કોલ કરતા ભુતકાળમાં આહમક, લડાયક ગણાવાતા આ ધારાસભ્યએ મદદને બદલે મહિલાને સરકાર સામે લડવાની શિખામણ આપી હતી. મહિલા (શિક્ષિકા) સાથેની ધારાસભ્યની વાતનો ઓડિયો સોશિયલ મિડિયામાં વાયરલ થતા જાણકારોમાં તરેહ તરેહની ચર્ચાઓ જાગી છે. ઓડિયોમાં શિક્ષિકા કહે છે કે હું જ્ઞાન સહાયક વિરોધી મહિલા બોલું છું…
અમોને તમે શું સહકાર આપશો? ત્યારે પરેશ ધાનાણીએ જવાબરૂપી આવેલી શિખામણના અંશો જોઈએ તો…. અરે બહેન … અમે શું મદદ કરીએ… અમે તો પુરા થઈ ગયા છીએ.. હવે ઉંહકારો કરવા જેવા પણ નથી રહ્યા! સાચી વાત છે, પણ કાંઈક સજેશન આપો, તેવા શિક્ષિકાના આગ્રહનો જવાબ આપતા ધાનાણીએ જણાવ્યું હતું કે, હું જ્યારે તમારા માટે લડતો હતો ત્યારે તો તમે મારી પડખે નહોતા ઉભા … હવે ગ્રામ પંચાયતથી સાંસદ સુધી ભાજપનું રાજ છે. વિપક્ષ પણ બનવા નથી દિધો, અમે આ મુદ્દા બંદ ઉઠાવ્યા પણ તે દિવસે તમે કોઈ ઉભા પણ નથી રહ્યા… હવે તેનો તાપ તો બધાને પડે ને પહેન…
લોકશાહીમાં વિપક્ષ છે ને એટલે સરકાર પર નિયંત્રણ લાવી શકાય, વિપક્ષ પુરો થઈ એટલે બધાને તાપ સહન કરવો પડે જે અત્યારે બધા સહન કરી રહ્યા છે. આગળ બોલતા ધાનાણીએ કહ્યું મારી સલાહ એ છે કે લોકો દ્વારા લોકોના મતથી ચૂંટાતી સરકાર હોય છે, તમે ચૂંટાયેલા પ્રતિ નિધિઓ સમક્ષ તમામ પ્રશ્ર્નનો ન્યા માટે દાવો કરો….અરજદાર મહિલાએ કહ્યું કે ત્યાં તો અમારુ કોઈ સાંભળતુ નથી, તો ધારાસભ્યએ કહ્યું કે, ચુંટાયેલા પ્રતિરનિધિઓને કહેવાની તમારી શક્તિ નથી. તો નમાલી પેઢીથી આઝાદી ક્યારે આવશે? આપણા બાપ-દાદાઓએ જો સહન કર્યુ હોત તો આપણને નોકરીયુ જ નહોત, અંગ્રેજોના ગુલામ હોત, નાના તમારી વાત સાચી છે.
પણ અમારુ ઉપર કોઈ સાંભળતુ જ નથી તેવું મહિલાએ જણાવતા ધાનાણીએ કહ્યું કે નથી એટલે સાંભળતા કે ‘આપણે પુરા કરી દિધા, એ લોકોને કે જેઓ ઉપર વિરોધ કરતા હતા, મારી ભાષા થોડી કડવી છે ખોટુ ના લગાડતા, પણ તમારા માટે હું પાંચ વર્ષ લડ્યો છું, લેટર પડ્યા છે સરકારમાં.. તમારી બધી વાત સાચી પણ હવે… શું કરવું? સજેશન આપો ત્યારે ધારાસભ્યએ ચુંટાયેલા પ્રતિનિધિઓને જ રજૂઆત કરવાની વાત દોહરાવી કહ્યું કે તમે 6 લાખ 94 હજાર છો, દરેક રોજ ત્રણ ઘરને સમજાવે કે સત્તામાં બેઠેલા ભાન ભુલ્યા છે તેને સબક શિખવો તો પરિણામ આવે,