Food
સુરતમાં આ જગ્યાએ મળે છે ઉલ્ટા વડાપાઉં ચોક્કસ લો મુલાકાત
![food-news-ulta-vadapav-is-became-famouse-in-surat](https://shankhnadnews.com/wp-content/uploads/2022/09/Ulta-Vada-Pav-Vada-Pav-Inside-Out.jpg)
સુરત તેની અનોખી ખાણીપીણી માટે પ્રખ્યાત છે. સુરતીઓ પણ ખાવાના એટલા જ શોખીન છે તેથી અવનવી વસ્તુઓ અને તેઓ તરત જ સારું છે કે નહીં તે જાણવા માટે પણ પહોંચી જાય છે. એ વાત પણ સાચી છે કે સુરતમાં કોઈ બેરોજગાર નથી રહેતું. એક નહીં તો બીજી રીતે કંઈકને કંઈક કામ કરીને રોજગારી મેળવી લે છે. તમને કદાચ થતું હશે કે ઉલ્ટા વડાપાવ કેવા આવે તો આમાં બધુ ઊંધુ છે એમાં વડુ અંદર નથી આવતું તેની બદલે તે બહાર આવે છે અને પાઉં અંદર આવે છે.
સુરતમાં નવા-નવા અલગ-અલગ પ્રકારની વેરાયટીની વાનગીઓ મળતી જ આવે છે. અને મળવું પણ જોઈએ ત્યાં સુધી કોઈ એકની એક વસ્તુ ખાયા કરે. કંઈક નવું મળતું રહે તો આનંદ આવે છે. બધા કરતાં કંઈક યુનિક્ વેરાઈટી વેચીને કમાણીની આવક બમણી કરવા માટે ઉલ્ટા વડાપાવ વેચવાનું શરૂ કરવામાં આવ્યું.
ચૌધરી અલ્પાબેન અને તેમની દીકરી ભવ્યા બંનેએ ભેગા મળીને આ લારી ચલાવે છે. શરૂઆતમાં તેઓ ફ્રેન્કી અને દાબેલીની લારી ચલાવતા હતા. પરંતુ તેમાં કંઈ કમાણી ન થતા તેઓને નુકસાની થતી હતી. આજે તેમણે કોઈ વડાપાવ બનાવવાની સલાહ આપી. અલ્પાબેનના મિત્ર કહી શકાય કે ભવ્યાના માસી જેમણે પણ આ સલાહ આપી છે તે અત્યારે તેમના માટે ખૂબ જ સફળ કારગત નીવડી છે. ઉલ્ટા વડાપાવ યુવતીઓના મનમાં વસી ગયા છે, વારંવાર તેઓ અહીં આવવા માંગે છે.
ગ્રાહકો કહે છે કે તેમણે આવી વસ્તુ ક્યારેય પહેલાં નહોતી ખાધી આનો સ્વાદ ખુબ જબરદસ્ત આવે છે.વડાપાવ બનાવતી વખતે તેનો માત્ર સ્વાદ જ નહીં પરંતુ તેની આસપાસની ચોખ્ખાઈ પણ મહત્વની છે. એક સાફ સુથરી જગ્યા પરથી બનેલું ભોજન એ સારું જ હોય છે આરોગ્યપ્રદ રહે છે.
માતાને મદદ કરવા માટે ભવ્યા 10 ધોરણ ભણી અને તે સ્કૂલમાં રોજ જતી હતી. પછી અગિયારમા ધોરણ થી તેણે ઘરે બેસીને પરીક્ષા આપવાનો નિર્ણય કર્યો. કોમર્સમાં ભણતી ભવ્યા હવે માત્ર ટ્યૂશન જાય છે અને સાંજે માતા ને મદદ કરવા માટે આવે છે. બેન્કિંગ લાઈનમાં એક સારી પોસ્ટ ઉપર નોકરી કરવાની ભવ્યાની ઈચ્છા છે.