Connect with us

Bhavnagar

પ્રથમ વર્ષ બી.બી.એ.માં અભ્યાસ કરતી નંદકુંવરબા મહિલા કોલેજની વિદ્યાર્થિનીઓએ અમુલ ડેરી આણંદની મુલાકાત લીધી

Published

on

First year BBA students of Nandakuvarba Women's College visited Amul Dairy Anand

બ્રીજેશ

મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી સંલગ્ન નંદકુંવરબા મહિલા કોલેજ દેવરાજનગર ખાતે પ્રથમ વર્ષ બી.બી.એ.માં અભ્યાસ કરતી વિધાર્થીનીઓ એ આણંદ ખાતે આવેલ અમુલ ડેરીની મુલાકાત લીધી હતી. નંદકુંવરબા મહિલા કોલેજ દેવરાજનગર ખાતે અભ્યાસની સાથે વિવિધ કંપનીઓનું મેનેજમેન્ટ કઈ રીતે ચાલે છે તે પ્રેક્ટીકલી જોવા માટે વર્ષ દરમિયાન વિવિધ ફેકલ્ટીની વિધાર્થીનીઓ માટે ગુજરાતની ખ્યાતનામ કંપનીઓ, દૂધ ડેરીઓ અને મંડળીઓની મુલાકાત લેવામાં આવે છે.

First year BBA students of Nandakuvarba Women's College visited Amul Dairy Anand

જેના ભાગરૂપે અમુલ ડેરી, આણંદની મુલાકાત લેવામાં આવી હતી. આજના સમયમાં અભ્યાસની સાથે વિવિધ કંપનીઓ દુધ ડેરીઓ કઈ રીતે મેનેજમેન્ટ કરે છે અને પોતાની કઈ કઈ પ્રોડકટ બનાવે છે તે અંગે ની જાણકારી માટે કોલેજની વિધાર્થીનીઓએ આ મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન વિધાર્થીનીઓએ અમુલ ડેરીની તમામ પ્રોડકટ વિશે અને અમુલ ડેરીની ઉત્પતિ કઈ રીતે થઇ તેમજ અમુલ ડેરીનું સંચાલન કઈ રીતે થાય છે તે અંગે માર્ગદર્શન મેળવ્યું હતું

error: Content is protected !!