Connect with us

Bhavnagar

મોંઘુ શિક્ષણ….માત્ર સ્કુલ ફી જ નહી, શૈક્ષણિક સામગ્રી પણ મોંઘી

Published

on

Expensive education....not only school fees, educational materials are also expensive

બરફવાળા

વાલીઓ પર શૈક્ષણિક બોજ ! નોટબુક-પુસ્તકોમાં 10 થી 20 ટકાનો ભાવ વધારો

હાલ સ્કૂલ કોલેજોમાં વેકેશન ચાલી રહ્યું છે આગામી જૂન માસમાં નવુ શૈક્ષણિક સત્ર શરૂ થશે ત્યારે નવા શૈક્ષણિક સત્ર શરૂ થવાની સાથે સ્ટેશનરીના ભાવમાં પણ વધારો થશે.મધ્યમ વર્ગિય લોકો વધુ એક મોંઘવારીનો બોજો સહન કરવો પડશે.આ વખતે કાગળના ભાવમાં મોટો ભાવ વધારો થયો છે આથી કાગળ માંથી બનતી દરેક વસ્તુના ભાવમાં 10-20 ટકાનો ભાવ વધારો થયો છે.સ્કૂલ હોઈ કે કોલેજ કે પછી ઓફીસ દરેક સ્થળોએ કાગળનો ઉપયોગ વધુ પ્રમાણમાં થતો હોય છે. હાલના ડીજીટલ જમાનામાં પણ લોકો કાગળ પર રહેલું વાચવું પસંદ કરે છે. તેમજ લખવા માટે વાંચવા માટે બુકનો વધુ પડતો વપરાશ થાય છે. છેલ્લા એેક વર્ષમાં કાગળના ભાવમાં ધરખમ વધારો નોંધાયો છે ગત વર્ષે કાગળનો કિલોનો ભાવ રૂ।.60.65 હતો. પરંતુ આ વર્ષે એકાએક 10 થી 20 ટકા ભાવ વધતા કિલોના ભાવ 100-15 એ પહોચ્યા છે. ઈન્ટરનેશનલ માર્કેટની હાલત ભારતની પણ વધુ ખરાબ છે. ઈન્ટરનેશનલ માર્કેટમાં કાગળની ખૂબ શોર્ટેજ છે આથી ભારતમાંથી અન્ય દેશોમાં કાગળ મોકલવામાં આવે છે, પરંતુ હવે તેની અસટ ભારતના માર્કેટ પર પણ પડવા લાગી છે, અન્ય દેશોમાં કાગળ મોકલાતા હોવાથી ભારતમાં ભાવ વધવા લાગ્યા છે.

Expensive education....not only school fees, educational materials are also expensive

જેની અસર આગામી શૈક્ષણીક સત્રમાં જોવા મળશે.જે બુક 50ની મળતી હતી તેનો ભાવ હવે રૂ।.60-65 થશે.દરેક પ્રકારની કાગળની વસ્તુમાં ભાવ વધશે. સૌથી વધુ નોટબુક અને ચોપડા પર જોવા મળી રહી છે. બાળકો સૌથી વધુ ઉપયોગ નોટ અને ચોપડાનો કરે છે. તેમજ પ્રીન્ટ માટે એ-4 સાઈઝના કાગળ વપરાય છે. આ તમામ આઈટમોના ભાવ વધ્યા છે. સ્ટેશનરીમાં 25-30 થી લઈ 60 સુધીની નોટ બુક, ચોપડા રૂ।.20 થી 100 સુધીમાં મળશે. સૌથી વધુ ભાવ વધારો એ-4 સાઈઝના કાગળના બંચમાં થયો છે. 500 પીસનું એક બંચ પહેલા 220માં મળતુ હતું.હવે ભાવ વધતા રૂ।.300 સુધીમાં મળશે. નોટબુક અને ચોપડા ઉપરાંત પ્રાઈવેટ પાઠયપુસ્તક બનાવતા પ્રકાશનો પણ 10-20 ટકાનો ભાવ વધારો કરશે. રોમદીહીયલના ભાવ વધતા કાગળના દરેક આઈટમોના ભાવ વધ્યા છે. હાલ માત્ર કાગળના ભાવ વધ્યા હોવાથી અન્ય કોઈ સ્ટેશનરીની વસ્તુમાં ભાવ વધારો થયો નથી.

Advertisement
Continue Reading
Advertisement
error: Content is protected !!