National
‘એર ટિકિટના દરો નક્કી કરવામાં સંતુલન સુનિશ્ચિત કરો’, સરકાર એ એરલાઇન્સ કંપની ને જણાવ્યું
સરકારે એરલાઈન્સને એર ટિકિટના દરો નક્કી કરવામાં સંતુલન સુનિશ્ચિત કરવા જણાવ્યું છે. જો કે, સરકારે એ પણ સ્પષ્ટતા કરી છે કે તેનો હવાઈ ભાડાંને નિયંત્રિત કરવાનો કોઈ ઈરાદો નથી. એક સરકારી અધિકારીએ જણાવ્યું હતું કે એરલાઈન્સ દ્વારા અપર અને નીચલી ભાડાની મર્યાદામાં વેચાતી ટિકિટોની સંખ્યામાં બહુ તફાવત હોવો જોઈએ નહીં.
ભારત વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતા નાગરિક ઉડ્ડયન બજારોમાંનું એક છે અને કોરોના રોગચાળાને કારણે ભારે ફટકો પડયા બાદ સ્થાનિક પેસેન્જર ટ્રાફિક વધી રહ્યો છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયે એરલાઇન કંપનીઓને ચેતવણી આપી છે કે જો ભાડામાં બેહદ વધારો થશે તો સરકારને પગલાં લેવાની ફરજ પડશે.
હકીકતમાં, મંત્રાલયને સતત હવાઈ ભાડાંમાં વધારાની ફરિયાદો મળી રહી છે. ઉડ્ડયન મંત્રાલય સાથે સંકળાયેલા એક અધિકારીએ જણાવ્યું હતું કે ભાડામાં બેહદ વધારાથી હવાઈ મુસાફરોને પરેશાન ન થવું જોઈએ. ખાસ કરીને એવા વિસ્તારમાં જ્યાં GoFirstએ કામગીરી બંધ કરી દીધી છે ત્યાં હવાઈ ભાડામાં કોઈ વધારો થવો જોઈએ નહીં. એટલું જ નહીં ઈકોનોમી ક્લાસના ભાડામાં પણ બહુ ફરક ન હોવો જોઈએ.