Gujarat
DRIએ ગાંધીધામના એ.વી.જોશી વેરહાઉસમાંથી જપ્ત કર્યું 1.04 કિલો કોકેન, આ રીતે ઘુસાડવામાં આવ્યું

ગુજરાત એન્ટી ટેરરિઝમ સ્ક્વોડ (ATS) અને ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI) એ સંયુક્ત રીતે ગાંધીધામમાં એક કંપનીના પરિસરમાંથી રૂ. 2000 કરોડનું હેરોઈન જપ્ત કર્યું છે. આ હેરોઈન કન્ટેનરમાં સંતાડીને રાખવામાં આવ્યું હતું. હાલ ડીઆરઆઈ અને એટીએસના અધિકારીઓ તપાસમાં લાગેલા છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, ગુરુવારે આ એજન્સીઓએ સંયુક્ત રીતે ગાંધીધામના કંડલા પોર્ટથી 16 કિમી દૂર આવેલી એક ખાનગી કંપનીના પરિસરમાં દરોડા પાડ્યા હતા. જ્યાં રાખવામાં આવેલા કન્ટેનરમાંથી છુપાવેલું હેરોઈન કબજે કરવામાં આવ્યું હતું. માહિતી મળી રહી છે કે આ હેરોઈન અફઘાનિસ્તાનથી લાવવામાં આવી હતી, જે પાવડર સ્વરૂપમાં છે. એક કન્ટેનરમાં લગભગ ત્રણસો કિલોગ્રામ ડ્રગ્સનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેની કિંમત લગભગ બે હજાર કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. હાલમાં એજન્સીઓની કાર્યવાહી ચાલી રહી છે.