Connect with us

Bhavnagar

વડાપ્રધાનના ટીબી મુક્ત અભિયાન અંતર્ગત પોષણ કીટનું મનપા દ્વારા વિતરણ.

Published

on

Distribution of Nutrition Kit by Manpa under Prime Minister's TB Free Campaign.

બરફવાળા

ટીબીના દર્દીઓ માટે નિક્ષયમિત્ર યોજનાની પ્રથમ વર્ષગાંઠ, વડાપ્રધાન દ્વારા ૯ સપ્ટેમ્બર-૨૦૨૨ ના રોજ આ યોજનાનો પ્રારંભ કરાવાયો હતો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ટીબી મુક્ત ભારતના અભિયાન અંતર્ગત નિક્ષયમિત્ર યોજનાનો આજથી એક વર્ષ અગાઉ પ્રારંભ કરવામાં આવ્યો હતો જેની પ્રથમ વર્ષગાંઠે આજે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ટીબીના દર્દીઓને પોષણ કીટનું વિતરણ કરવાનો કાર્યક્રમ ઝવેરચંદ મેઘાણી ઓડીટોરીયમ ખાતે યોજાયો હતો. જેમાં સાંસદ, મેયર, ધારાસભ્ય, કમિશ્નર, નિક્ષયમિત્રો તેમજ મનપાના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા , ટીબીને જડમૂળમાંથી ભારતમાંથી દુર કરવાની આ મુહુમમાં ટીબીના દર્દીઓને જરૂરી એવી પોષણકીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

Distribution of Nutrition Kit by Manpa under Prime Minister's TB Free Campaign.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત ૯ સપ્ટેમ્બર ૨૦૨૨ ના રોજ ટીબીના દર્દીઓને પ્રોટીનયુક્ત આહાર મળી રહે તે માટે નિક્ષયમિત્ર યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેમાં સમાજના લોકો ટીબીના દર્દીઓને તેના નિક્ષયમિત્ર બની તેને પોષણકીટ દાનમાં આપે તેવી યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જે અંતર્ગત આજે પ્રથમ વર્ષગાંઠે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ટીબીના દર્દીઓને પોષણકીટના વિતરણનો એક કાર્યક્રમ ઝવેરચંદ મેઘાણી ઓડીટોરીયમ ખાતે યોજાયો હતો. દેશ અને રાજ્યમાં હજુ પણ ટીબીના દર્દીઓની સારવાર લઇ રહ્યા છે.જેમાં ભાવનગરમાં હાલ ૬૦૦ જેટલા એક્ટીવ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. જે પૈકી ૨૦૦ દર્દીઓને નિક્ષયમિત્રો દ્વારા દત્તક લેવામાં આવ્યા છે. જે પૈકી ૬૧ જેટલા ટીબીના દર્દીઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.

Distribution of Nutrition Kit by Manpa under Prime Minister's TB Free Campaign.

ટીબી ની સારવાર શક્ય છે અને જો દર્દી તેના લક્ષણો અનુસાર તેનું સમયસર અને વહેલા નિદાન કરાવે તો સંપૂર્ણ સારવાર બાદ વ્યક્તિ ટીબી મુક્ત થઇ શકે છે, જયારે દવાની સાથે સાથે તેને પ્રોટીનયુક્ત પૌષ્ટિક આહાર મળી રહે તે પણ જરૂરી છે. જેથી સોયાબીન, ચણા, શીંગ, ચોખા સહિતના પ્રોટીનયુક્ત આહારવાળી કીટ આજે નિક્ષયમિત્રોના સહયોગથી આપવામાં આવી હતી. જેમાં ભાવનગર મહાનગરપાલિકાના અધિકારીઓ-કર્મચારીઓ દ્વારા ૩૮ ટીબીના દર્દીઓને દત્તક લીધા છે, ઉદ્યોગપતિ ગીરીશભાઈ શેઠ દ્વારા ૨૩, રોટરી ક્લબ દ્વારા ૨૫ દર્દીઓ દત્તક લેવામાં આવ્યા છે અને જેને દર મહીને ૭૦૦ રૂ. આજુબાજુ તૈયાર થતી એક કીટ એવી કીટ આપવામાં આવે છે જેથી જેથી ટીબીના દર્દીને દવાની સાથે પ્રોટીનયુક્ત આહાર પણ મળી રહે અને દર્દીઓ વહેલો ટીબી માંથી મુક્ત બનવા તરફ જઈ શકે.

Advertisement
Continue Reading
Advertisement
error: Content is protected !!