Connect with us

Bhavnagar

નારાયણ સેવા ટ્રસ્ટના પ્રેસિડેન્ટ ઉદય દવે દ્વારા જવાહર મેદાનમાં પ્રથમ ભવ્ય ગણેશ મહોત્સવ “ભાવનગર કા રાજા”

Published

on

First Grand Ganesh Mahotsav "Bhavnagar Ka Raja" at Jawahar Maidan by Uday Dave, President of Narayan Seva Trust

કુવાડીયા

ભાવનગર કા રાજા ગણપતિ મહોત્સવમાં પ્રથમ દિવસે ગુજરાતના કોમેડિયન યુટ્યુબર પારૂ અને ગુરૂ વિધ્નહર્તા ગણેશજીને આવકારશે

નારાયણ સેવા ટ્રસ્ટના પ્રેસિડેન્ટ ઉદય દવે દ્વારા ભાવનગરના ઇતિહાસમાં આજ સુધી ન થયું હોય તેવું ઝાંઝરમાન રાજાશાહી આયોજન ભાવનગરના રાજવી યુવરાજ જયવિરાજસિંહજી, સાંસદ ભારતીબેન શિયાળ, મંત્રી પરસોત્તમભાઈ સોલંકી, ધારાસભ્ય જીતુ વાઘાણી, સેજલબેન પંડ્યા સહિતના અગ્રણીઓ 19મી શુભારંભ ઉપસ્થિત રહેશે. ભાવનગર સહિત સુરત, રાજકોટ અને વડોદરામાં કાર્યરત સેવાભાવી સંસ્થા નારાયણ સેવા ટ્રસ્ટના સેવાભાવી દાતા અને અગ્રણી ઉદ્યોગપતિ ઉદયભાઇ દવે દ્વારા આ વર્ષે ભાવનગરના ઇતિહાસમાં ક્યારેય પણ ન થયું હોય તેવું જાજરમાન આયોજન ગણપતિ મહોત્સવનું કરવામાં આવી રહ્યું છે. આગામી તા.૧૯-૦૯-૨૩ ને મંગળવારથી તા.૨૮- ૦૯-૨૩ ગુરૂવાર સુધી એટલે કે ૧૦ દિવસ સુધી આ ગણેશ મહોત્સવ ચાલશે. આ અવસરે અનેક આયોજનોની વણજાર રોજબરોજ ગોઠવવામાં આવી છે. ૧૯મીના શુભારંભ અવસરે ભાવનગરના રાજવી યુવરાજ જયવિરરાજસિંહજી ગોહિલ, ધારાસભ્ય જીતુભાઇ વાઘાણી, ધારાસભ્ય સેજલબેન પંડ્યા, મંત્રી પરશોત્તમભાઇ સોલંકી, સાંસદ ભારતીબેન શિયાળ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે.

ક્યા.. ક્યા સંતો ઉપસ્થિત રહેશે

નાની ખોડીયારના પૂ.ગરીબરામબાપુ, સિહોર ગૌતમેશ્વર મંદિરના સ્વરૂપાનંદજી મહારાજ, અંબિકા આશ્રમના રમજુબાપુ, વાંકિયા હનુમાનજી મંદિરના રઘુનંદનદાસજી બાપુ, તપસ્વીબાપુની વાડીના રામચંદ્રદાસજી મહારાજ,જયદેવ શરણજી મહારાજ (શ્રી સર્વેશ્વર ગૌધામ)કોબડી, શિવકુંજ આશ્રમના સીતારામબાપુ,છોટેમોરારિબાપુ-રામકૃષ્ણ શાસ્ત્રીજી, સ્વામિનારાયણ ગુરૂકુળના કે.પી.સ્વામિ, સુરાપૂરાધામ- ભોળાદના દાનભાબાપુ, કાળભૈરવ આશ્રમ લાકડીયા પૂલના હરનાથબાપુ, પાલિતાણા ભૈરવનાથ મંદિરના રમેશભાઇ શુક્લ, સ્વામિનારાયણ ગુરૂકુળ અકવાડાના વિષ્ણુસ્વામી, ઇસ્કોન મંદિરના વેણુગાયક સ્વામિ, આધ્યાત્મિક ગુરૂ શૈલેષદાદા પંડિત સહિતના સંતો મહંતો ઉપસ્થિત રહેશે.

Advertisement

અધિકારીઓ-પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહેશે

આ કાર્યક્રમમાં ભાવનગરના રાજવી, સાંસદ,મંત્રી અને ધારાસભ્યો ઉપરાંત શહેર ભાજપના પ્રમુખ અભય ચૌહાણ, કલેકટર મહેતા, એસ.પી.હર્ષદ પટેલ, શહેર ભાજપના મહામંત્રી પાર્થ હરૂભાઇ ગોંડલિયા, જિલ્લા ભાજપના પ્રમુખ આર.સી.મકવાણા, કમિશ્નર ઉપાધ્યાય, ડીડીઓ પ્રશાંત જીલોવા, શહેર ભાજપના મહામંત્રી નરેશ મકવાણા, અલ્પેશ પટેલ, ડીવાય.એસ.પી. આર.આર.સિંધાલ, આઈ.જી. ગૌતમ પરમાર, ધારાસભ્ય ગૌતમ ચૌહાણ અને તા.૧૨ બાદ શહેરના મેયર, સ્ટે.ના ચેરમેન, પક્ષના નેતા, ડે.મેયર અને દંડક જે જાહેર થશે એ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.

error: Content is protected !!