Bhavnagar
ભારતનું એક માત્ર રેલ્વે સ્ટેશન કે જ્યાં લેડી ફૂલી કાર્યરત છે જેમને રોટરી ક્લબ ભાવનગર રોયલ દ્વારા જન્માષ્ટમી પ્રસંગો નિમિત્તે રાશન પૂરું પાડવામાં આવ્યું..
પવાર
ભાવનગર માટે ગૌરવ લઈ શકાય તેવું સમગ્ર ભારતમાં ભાવનગરનું એક માત્ર રેલ્વે સ્ટેશન એ એક એવું રેલ્વે સ્ટેશન છે કે કે જ્યાં લેડી કુલીઓ કાર્યરત છે.આ કુલીઓ લાલ સાડી પહેરી મુસાફરોને મદદરૂપ થાય છે. તાજેતરમાં તા. 5 સપ્ટેમ્બર ના રોજ રોટરી ક્લબ ભાવનગર રોયલ દ્વારા ભાવનગર રેલવે સ્ટેશન ખાતે આ લેડી કુલીઓને સમગ્ર મહિનાનું મીઠાથી લઈને મરચા સુધીનું તમામ રાશન આપવાનો એક કાર્યક્રમ યોજાયો. ઉપરાંત જન્માષ્ટમી ના તહેવારોને ધ્યાનમાં રાખી રોટરી કલબ રોયલના રો. વૈભવ વ્યાસ દ્વારા આ લેડી કુલીઓને મીઠાઈ પણ આપવામાં આવી.
આ રાશન કીટમાં સહયોગી તરીકે હિમાંશુભાઈ જાગાણી, આશિષભાઈ શાહ ડો. નિહાર પુરી, હરેન ઠક્કર, પૌરવ ભટ્ટ, કિંજલ ભાદાણી વગેરે સહયોગ પૂરો પાડેલ. આ પ્રોજેક્ટમાં રેલવે સુપ્રિટેન્ડેન્ટ 9૫૮ શ્રી કે.સી જયસ્વાલ સાહેબ તથા રેલ્વે પોલીસના ભાવનાબેન અને રેલવે પોલીસની ટીમ નું પ્રોત્સાહન પ્રાપ્ત થયેલ. સમગ્ર પ્રોજેક્ટ પ્રોજેક્ટ ચેર શ્રી ચંદ્રસિંહ ગોહિલ દ્વારા સફળ રીતે પૂર્ણ કરવામાં આવેલ. જન્માષ્ટમીના પ્રસંગોમાં આ રીતે રાશન આપવાથી લેડી કુલી ઓના ચહેરા પર હાસ્ય અને આનંદની લાગણી ફેલાયેલ. રોટરી ક્લબ ભાવનગર રોયલના પ્રેસિડેન્ટ રોટ્રીયન મનહરભાઈ રાઠોડ દ્વારા સમગ્ર પ્રોજેક્ટ નું આયોજન હાથ ધરવામાં આવેલ