Sihor
દેવગાણા ગામે ગોપાલ આશ્રમ ખાતે ભવ્ય સંતવાણીનું આયોજન – પ્રસિદ્ધ જીજ્ઞેશ કવિરાજ અને અલપાબેન પટેલને સાંભળવા લોકો ઉમટી પડ્યા

દેવરાજ
ગોપાલ આશ્રમ ખાતે દેવી ભાગવત સપ્તાહમાં ભક્તોની ભીડ
સિહોર તાલુકાના દેવગાણા ગોપાલ આશ્રમ ખાતે ચાલતી દેવી ભાગવત સપ્તાહની અંદર ગઈકાલે રાત્રે ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ભવ્ય લોક દાયરામાં ગુજરાતના પ્રસિદ્ધ કલાકાર જીગ્નેશ કવિરાજ અને ગુજરાતના પ્રસિદ્ધ કલાકાર અલ્પાબેન પટેલ એ સંતવાણી નો લોકડાયરો યોજાયો હતો. આ લોક ડાયરાની અંદર મનમૂકીને ભવિકભક્તો એ બંને કલાકારો ને માણ્યા હતા.
જીગ્નેશ કવિરાજ અને અલ્પાબેન પટેલના આ લોક ડાયરાની અંદર બહોળી સંખ્યામાં ભાવિક ભક્તો અને લોકો ઉમટી પડ્યા હતા શિહોર તાલુકાના દેવગાણા ગામે આવેલ ગોપાલ આશ્રમ ખાતે આ ભવ્ય સંતવાણી નું આયોજન થયું હતું જેમાં સાધુ સંતો અને આગેવાનો વગેરે ઉપસ્થિત રહ્યા હતા અને રંગ કસુંબલ ડાયરો ખૂબ જામ્યો હતો.