Sihor
સિહોર પંથકમાં અસરગ્રસ્ત ખેડૂતોને નુકસાનીનું વળતર ત્વરિત ચુકવવા માંગ ; ભાજપ કિસાન મોરચા દ્વારા આવેદનપત્ર – રજુઆત
દેવરાજ
સિહોર તાલુકા ભાજપ કિસાન મોરચા દ્વારા અધિકારીને રૂબરૂ આવેદનપત્ર સુપ્રત કરી જણાવેલ છે કે, સતત ચાર પાંચ દિવસ સુધી પડેલા કમોસમી વરસાદે ખેડૂતોને ભારોભાર નુકશાન કર્યું છે. સરકાર તાત્કાલીક સર્વે કરાવી નુકશાનીનું વળતર ચુકવે તેવી માંગ કરી છે સિહોર પંથકના ગામોમાં આકાશી આફતે ખેડૂતોનાં પાકનો વિનાશ વેરી દીધો છે. કેરી, ધાણા, ચણા, ઘઉં સહિતનાં તમામ પાકો પર પડેલા અનરાધાર વરસાદે ખેતીપાકોને ઢાળી દીધો અને તેનાં પર સતત ચાર પાંચ દિવસ સુધી વરસાદ વરસ્યો છે, આ મુદ્દે ભાજપ કિસાન મોરચાએ નુકશાનીનું વળતર ચુકવવાની માંગ કરી છે. સિહોર તાલુકા ભાજપ કિસાન પ્રમુખ ગોહિલ મયુરસિંહ કનાડ અને મહામંત્રી શ્રી કિરીટભાઇ પરમાર દ્વારા રાજ્ય માં પડી રહેલ કમોસમી વરસાદથી થયેલ નુકશાનીનો સર્વે કરવા સિહોર તાલુકાના નાં તાલુકા વિકાસ અધિકારી અને ખેતીવાડી શાખામાં રજૂઆત કરવામાં આવી છે.
આગામી કેટલા સમય થી રાજ્ય માં કમોસમી વરસાદ (માવઠા) પડી રહિયા છે. જેની નોંધ રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ તેમજ કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ દ્વારા સ્વીકારમાં આવ્યું હતું કે માવઠા થી ખેડૂત ને ઘણું નુકશાન થયું છે.જેનો દરેક તાલુકા વાયસ સર્વે ની કામગીરી હાથ ધરવામાં આવશે.જેવો રિપોર્ટ સરકાર શ્રી ને સુપ્રત કરવાનો રહેશે જેના પરથી ચર્ચા વિચારણા કરી કેટલું વળતળ ચૂકવું નક્કી કરવામાં આવશે. મયુરસિંહ દ્વારા કહેવાયું છે કે હાલ માર્ચ મહિનો એમાં પણ પાકધિરણ ની નવાજૂની કરવાનો સમય અને એમાં ખેડૂત ને કમોસમી વરસાદ (માવઠા) થી પડ્યા પર પાટુ સિયાળું સીજન નો પાક તૈયાર થઈ ને આવક આવવાની તૈયારી હતી ત્યાં કુદરત નો કોપ પ્રગટ્યો અને મોઢા માં આવેલો કોળીયો છીનવાય ગ્યો છે.તો આવા સમય માં સરકાર સહાય રૂપ થય છે તો આ સહાય નો લાભ સિહોર તાલુકા માં ઘણું નુકશાન થયું છે.જેનો તટસ્થ થી સર્વે કરાવી નુકશાની નું વળતળ મળે .એવી રજૂઆત કરી છે અહીં ઈશ્વરભાઈ કુવાડિયા, કિરીટભાઇ પરમાર, માધાભાઇ ગોહિલ, વાઘજીભાઇ ડાભી, સુરેશભાઈ ખીમસુરિયા હાજર રહ્યા હતા