Sihor
ખૂંખાર દિપડો ; સિહોરના ખાંભા ગામે દિપડાએ વધુ એક મારણ કર્યું, વાછરડાને ફાડી ખાધું

દેવરાજ
હજુ ગઈકાલે ભડલી અને જાળીયાને વચ્ચે મારણની ઘટના શમી નથી ત્યાં આજે ખાંભા ગામે મારણ, જયંતિભાઈની વાડી માંથી વાછરડાને ઉપાડી લઈ જઈ ફાડી ખાધો, ખેડૂતોના જીવ અદ્ધર, દિપડાની દહેશત
સિહોર પંથકમાં દીપડાના આંટાફેરા વધી ગયા છે અને બે દિવસમાં બે પશુના મારણ કરતાં પશુપાલકોમાં ભયનો માહોલ ફેલાયો છે.ધ્રુપકા, ખાંભા, સાગવાડી,સર, તરશિંગડા વાડી વિસ્તાર સહિતના ગામો અને વિસ્તારોમાં વાડી વિસ્તાર આવેલા છે.
આ વાડી વિસ્તારમાં અનેક લોકો પશુઓ અને પોતાના પરિવાર સાથે રહે છે.સિહોર પંથકના વાડી વિસ્તારમાં દીપડાની આવન-જાવનથી પશુપાલકો અને ધરતીપુત્રો ભયથી ચિંતાતુર બની ગયા છે.હાલમાં ખેતીની પણ ભરપૂર સીઝન ચાલી રહી છે.
ત્યારે પંથકમાં દીપડાનો આતંક યથાવત રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી જંગલ વિસ્તારમાંથી દીપડા બહારના વિસ્તારમાં ખોરાક અને પાણીની શોધમાં આવતા હોવાની ઘટના જોવા મળી રહી છે. ત્યારે ભડલી બાદ ખાંભા ગામે દીપડાએ પશુનું મારણ કરતા ગામમાં ભયનો માહોલ છવાયો છે. છેલ્લા કેટલાક દિવસોથી દીપડાની દહેશતના કારણે રહીશોમાં ભય ફેલાયેલો છે. ભડલી અને ખાંભા ગામે પશુના મારણ કર્યા છે. ગઈકાલે સિહોરના ખાંભા ગામે આવેલ જયંતિભાઈના ફાર્મ હાઉસ ખાતે બાંધેલી વાછરડી પર રાત્રે દિપડાએ હુમલો કરતાં મોત નીપજ્યું હતું. વહેલી સવારે વાછરડી મૃત જોવા મળતાં આસપાસનાં ખેડૂતો ભેગા થઇ ગયા હતાં. બનાવને લઈ ફોરેસ્ટ વિભાગ દોડી ગયો હતો અને વળતર માટે જરૂરી કાર્યવાહી કરેલ હતી. અવારનવર બનતી ઘટનાથી ખેડૂતોને વાડીએ જતા ફફડાટ રહે છે.
ગઈકાલે રાત્રી દરમિયાન દીપડાએ વાડીમાં ઘૂસીને બાંધેલા વાછરડાનો શિકાર કર્યો હતો. જેથી ગ્રામજનોમાં ભયનો માહોલ છવાયો હતો. જંગલખાતા દ્વારા દીપડાને ઝડપી કાઢવા માટે કાર્યવાહી હાથ ધરવા ગ્રામજનોની માગ છે.
છેલ્લા ઘણા સમયથી સિહોર પંથકના વિસ્તારમાં દીપડાનો ત્રાસ છે ; દીપડાને પકડવા પાંજરૂ મુકાયું દીપડા છેલ્લા દિવસોથી ફરી સિહોર પંથકમાં ધામાં નાખ્યા છે, ત્યારે દીપડા ઝડપી પાડવા વન વિભાગ દ્વારા પાંજરું મુકવામાં આવ્યું હતું. સિહોરમાં ફરી છેલ્લા એક સપ્તાહથી દીપડો આંટાફેરા મારી રહ્યો છે. બે દિવસમાં બે વાંછરડાના શિકાર દિપડાએ કર્યા છે ત્યારે વન વિભાગ દ્વારા પાંજરું મુકવામાં આવ્યું છે