Sihor
સિહોરની પંચશીલ સોસાયટી ફાટક પાસે મૂંગા જાનવરોના અવેડા ફરતે શરૂ થયેલ દિવાલ ચણવાનું કામ તાત્કાલિક બંધ કરાવો
દેવરાજ
અહીં વિસ્તારના માલધારીઓની નગરપાલિકામાં રજુઆત, હાલ અવેડા ફરતે દીવાલ બનાવે છે આવતા દિવસોમાં અવેડો તોડી પડાઈ તેવી દહેશત ઉભી થઇ છે ; માલધારીઓની આક્રોશભેર રજુઆત
સિહોરની પંચશીલ સોસાયટી ફાટક પાસે મૂંગા જાનવરોના અવેડા ફરતે શરૂ થયેલ દિવાલ ચણવાનું કામ તાત્કાલિક બંધ કરાવવા માંગ થઈ છે નવાગામ ફાટક પાસે પંચશીલ સોસાયટી નજીક આવેલ સાર્વજનિક જમીનમાં પશુઓને પાણી પિવાનો અવેડો આવેલો છે જે અવેડો હઠુભાઇ સુરશંગભાઇ નકુમ રહે. ગામ નવાગામએ અંદાજે ૧૦ વર્ષ પહેલા ૨ લાખના ખર્ચે બનાવ્યો હતો આ અવેડામાં સમગ્ર નવાગામ કનિવાવ વિસ્તારમાં વસતા માલધારી પરિવારના પશુઓ પાણી પીવે છે. અહીં નગરપાલિકા દ્વારા રોજ પાણીના ટાંકા નાખવામાં આવે છે તેમજ રીપેરીંગ અને મેનટન્સ નગરપાલિકા દ્વારા કરવામાં આવે છે.
ત્યારે અહીં કેટલાક આસામીઓ દ્વારા આ અવેડાની ફરતી દિવાલ બનાવવાનું કામ શરૂ કર્યું છે આગામી દિવસોમાં અવેડો તોડી પાડવાના પ્રયત્ન હોય તેથી તાકીદની અસરથી બાજુમાં બાંધકામ કરી રહેલ અસામીઓને કાયદાકીય નોટીસ આપી અને સ્થળ તપાસ કરી કસુરવાર સામે યોગ્ય પગલા લેવામાં આવે તેવી માંગ છે
અને જો આ અવેડો તોડી પાડવામાં આવશે તો સમગ્ર નવાગામ કનિવાવ વિસ્તારના પશુઓને પાણી પીવાની હાલાકી પડશે આ અંગે યોગ્ય પગલા લેવામાં નહી આવે તો પશુઓને પાણીની તકલીફ પડશ અવેડા ને તાતકાલીક કબજો લેતા અટકાવવા તેમજ પગલા લેવામાં આવે અન્યથા જીવદયા પ્રેમીઓ દ્વારા ઉગ્ર આંદોલન થવાની શક્યતાઓ છે મુંગા અને અબોલ જીવનો પ્રાણ પશ્ન હોય જે અંગે તાકીદ નિરાકરણ કરવાની માંગ માલધારીઓ કરી છે