Sihor
સિહોર ગોપાલલાલ મંદિર ખાતે ૫૬ ભોગ મનોરથ ના દર્શન – વૈષ્ણવો દર્શન કરવા ઉમટી પડ્યા

પવાર
સિહોર કંસારા બજાર ખાતે આવેલ તેમજ હાલ કરોડો રૂપિયા ના ખર્ચે વૈષ્ણવ દાતાઓના દાન થી નવામંદિરનું નિર્વાણ થઈ રહ્યું છે ત્યારે હાલ મંદિર કંસારા બજાર ,મોટા હનુમાનજી પાસે આવેલ વૈષ્ણવ સંપ્રદાય ના વિશાળ હવેલી જેવા મકાન માં હાલ શ્રી ગોપાલ લાલ મંદિર ખાતે શ્રી ગોપાલલાલ બાપા બિરાજમાન સાથે દૈનિક મુખ્યાજી મનોજભાઈ જોષી તેમજ વૈષ્ણવ મંડળી દ્વારા સેવા કરવામાં આવે છે.
ત્યારે હાલ પવિત્ર અધિક શ્રાવણ માસના છેલ્લો દિવસ અનેરી અલૌકીક રીતે વૈષ્ણવ સંપ્રદાય પ્રીય શ્રી ગોપાલલાલ મહારાજ ના ચરણ કમળ સાથે ‘કમળ ભોગ એવા ૫૬ભોગ અન્નકૂટ” મહા મનોરથ ના દર્શન તેમજ વૈષ્ણવ સંપ્રદાય મંડળી દ્વારા ધ્રોળ, કીર્તન, સ્તવન કરી શ્રી ગોપાલલાલ મહારાજ ના સાનિધ્ય માં કિર્તન સાથે વૈષ્ણવો એ દર્શન નો અનોખો લાભ લીધો હતો.