Sihor
સિહોરની જ્ઞાનમંજરી મોડર્ન સ્કૂલમાં આજે 77 માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી.

પવાર
સિહોર જ્ઞાનમંજરી મોડર્ન સ્કૂલ દ્વારા કે.જી.સેક્શનમાં 77 માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવેલ. જેમાં અંગ્રેજી અને ગુજરાતી બંન્ને માધ્યમના કે.જી. નર્સરીના બાળકોની ફેન્સી ડ્રેસ કોમ્પિટિશન રાખવામાં આવી. તેમજ નાના ભૂલકાઓ દ્વારા દેશભક્તિ ગીત પર ડાન્સ રજૂ કરવામાં આવ્યો.
આ કાર્યક્રમમાં જ્ઞાનમંજરી મોડર્ન સ્કૂલના નાના ભૂલકાઓએ ઉત્સાહભેર ભાગ લીધેલ. આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાનાં ટ્રસ્ટીશ્રી વી.ડી. નકુમ આચાર્યગણ, શિક્ષકગણ તથા શાળાના તમામ કર્મચારીએ સહકાર આપ્યો હતો