Connect with us

Bhavnagar

ભાવનગર રીજીયોનલ સાયન્સ સેન્ટર ખાતે ત્રિ-દિવસીય સાયન્સ સમર કેમ્પનો પ્રારંભ.

Published

on

Commencement of three-day Science Summer Camp at Bhavnagar Regional Science Centre.

દેવરાજ

મનપા કમિશ્નરની ઉપસ્થિતિમાં સાયન્સ સમર કેમ્પનો પ્રારંભ, આ કેમ્પ માં 30 વિદ્યાર્થીઓની મેરિટ ના આધારે પસંદગી કરવામા આવી, સમર કેમ્પમાં ભાગ લેનાર વિદ્યાર્થીએ 3 દિવસ અને 2 રાત્રિ રોકાણ કરશે.

ભાવનગર ખાતે આવેલા રીજીયોનલ સાયન્સ સેન્ટરમાં આજથી ત્રિદિવસીય સાયન્સ સમર કેમ્પનો પ્રારંભ ભાવનગર મહાનગરપાલિકાના કમિશ્નર એન.વી.ઉપાધ્યાયની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો હતો. સાયન્સ સમર કેમ્પના પ્રારંભે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ભાગ લેનાર વિદ્યાર્થીઓને કીટ આપી અને તેમનું પોઝિટિવ શબ્દોંથી ઉત્સાહ વધારો હતો. ઉદ્ઘાટન સમારોહમાં વિદ્યાર્થીઓને સંબોધતા તેમણે બાળકોને એક્સપેરિએન્શિઅલ લર્નિંગનું મહત્વ સમજાવ્યું હતું અને આ સમર કેમ્પના આયોજન બદલ રિજિયોનલ સાયન્સ સેન્ટર ભાવનગર, ગુજકોસ્ટ તેમજ વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ, ગુજરાત સરકારની સરાહના કરી હતી આ સમર કેમ્પમાં ભાગ લેનાર વિદ્યાર્થીએ 3 દિવસ અને 2 રાત્રિ રોકાણ કરવાનું રહેશે. જેમાં ભાગ લેનારની રહેવાની વ્યવસ્થા આરએસસી દ્વારા કરવામાં આવી છે. સમર કેમ્પમાં તજજ્ઞો દ્વારા વિવિધ પ્રવૃતિઓ કરાવવામાં આવશે. આ સમર કેમ્પમાં વિદ્યાર્થીઓ ગુગલ ફોર્મ દ્વારા રજિસ્ટ્રેશન કરયુ છે. આ કેમ્પ માં 30 વિદ્યાર્થીઓની મેરિટ ના આધારે પસંદગી કરવામા આવી છે.

Commencement of three-day Science Summer Camp at Bhavnagar Regional Science Centre.

ઉનાળુ વેકેશનના સમયનો સદઉપયોગ કરી પ્રેક્ટીકલ જ્ઞાન દ્વારા વિજ્ઞાનને જાણવા સમજવા માટે વિવિધ મોડેલ્સ તથા વિવિધ એક્ટિવિટી દ્વારા જ્ઞાન પૂરું પાડવાનો રિજિયોનલ સાયન્સ સેન્ટર ભાવનગર દ્વારા આયોજિત થનાર સમર કેમ્પનો આ મુખ્ય હેતુ છે.3 દિવસ દરમિયાન, RSC ની ટીમ દ્વારા વિવિધ પ્રવૃત્તિઓ કરાવવામાં આવશે, જેમકે વેળાવદર નેશનલ પાર્કની મુલાકાત, ઇન્ડસ્ટ્રી વિઝિટ, યોગા સેશન, કેમ્પ ફાયર, સ્કાય ગેંઝિગ, ડોક્યુમેન્ટરી ફિલ્મ, ઇન્ડોર ગેમ્સ જેમ કે પેપર ક્રાફ્ટ, ઓરિગામિ, હાઇડ્રોપોનિક્સ વર્કશોપ, ચેસ સ્પર્ધા અને વિવિધ આઉટડોરર્સ ગેમ્સ રમાડવામાં આવશે. આમ આ સમર કેમ્પમાં વિદ્યાર્થીઓ ભાગ લઈ અનોખી મજા માણી શકશે. આ સાયન્સ સમર કેમ્પમાં “મીટ દી સાયન્ટિસ્ટ” કાર્યક્ર્મ હેઠડ ડો. પ્રતાપ બાપત, વરિષ્ઠ વેજ્ઞાનિક સી.એસ.એમ.સી.આર.આઈ. દ્વારા એક સરસ વ્યાખાન આપ્યાં હતાં. જયારે આ સમગ્ર કાર્યક્રમનુ આયોજન રિજિયોનલ સાયન્સ સેન્ટરના પ્રોજેક્ટર ડાયરેક્ટર ડૉ. ગિરિશ ગૌસ્વામી સાહેબની દેખરેખ હેઠળ કરવામાં આવ્યુ છે. આ સમર કેમ્પ ઉપરાંત 2 વધુ કેમ્પ નું આયોજન તા. 24 થી 26 મે 2023 અને તા. 31 મેં થી 2 જૂન 2023 દરમ્યાન કરવામાં આવશે. જેમાં ઇચ્છુક વિદ્યાર્થીઓ આ કેમ્પ માં ગૂગલ ફોર્મ દ્વારા રેજીસ્ટ્રેશન કરી શકશે

Advertisement
error: Content is protected !!