Connect with us

Sihor

સ્વચ્છતા માત્ર કાગળ ઉપર! સિહોર જૂની નગરપાલિકા પાસે આવેલ મહિલા મંડળ પાસે ગંદકીનો ઢગલો

Published

on

cleanliness-only-on-paper-heap-of-dirt-near-mahila-mandal-near-sihore-old-municipality

પવાર

સ્વચ્છતા અભિયાન માત્ર કાગળ ઉપર અગ્રેસર બતાવવામાં તંત્ર જેટલું પાવરઘુ છે તેટલું હકીકત માં કામ કરી શકતું નથી. સિહોરની જૂની શાક માર્કેટ પાસે આવેલ પાટિયા શેરી તેમજ મહિલા મંડળ સામે આવેલ કોઈ મકાન માલિક નું ધરાશાયી થયેલ મકાનના જમીન ઉપર આ વિસ્તાર તેમજ જૂની શાક માર્કેટ સહિત વેપારીઓ તેમજ અન્યો આ વિસ્તાર માં કચરાના ઢગલા કરી અને ગંદકી ફેલાવી રહ્યા છે

cleanliness-only-on-paper-heap-of-dirt-near-mahila-mandal-near-sihore-old-municipality

તો આ બાબતે તંત્ર દ્વારા આવા આવા ગંદકી ફેલાવતા લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવા ખાસ માંગ છે અને સ્વચ્છતા ના માત્ર કાગળ ઉપર જ હોય તેવું સ્પષ્ટ દેખાય છે પાલિકા માં વધુ કર્મચારીઓ નો કાફલો હોય તો સેનેટ્રી વિભાગમાં છે તેમ છતાં કેમ સ્વચ્છતા ના નામે મોટું ગોળ મીંડું કેમ?? તો શું આ વિભાગ માં માત્ર સ્વચ્છતાના નામે કર્મચારીઓ નો તગડો પગાર બનતો હોય છે.પણ સત્ય હકીકત જાણવા પાલિકા ના વહીવટદાર દ્વારા સર પ્રાઇઝ ચેકીંગ કરવા માંગ ઉઠી છે તેવું લોક ચર્ચાએ ચર્ચાઈ રહ્યું છે.

error: Content is protected !!