Sihor
અંધ ઉદ્યોગ શાળામાં પ્રજ્ઞાચક્ષુ સગીર વિદ્યાર્થીને ઢોર માર મારવાના મામલે ઉમેરાશે રાયોટીંગની કલમ
પવાર
સિહોર ખાતે રહેતા અને ભાવનગર શહેરની મધ્યમાં આવેલા મહારાજા કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળામાં અભ્યાસ કરતા સગીર પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીને ચોરી કરી હોવાના મામલે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા ઢોર મારવામાં આવ્યો હતો દરમિયાન આ મામલે જિલ્લા કલેકટરને રજૂઆત કરાયા બાદ પોલીસ તંત્રએ ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી તપાસમાં હજુ કેટલાક વિદ્યાર્થીઓ અને શખ્સોના નામ ખુલતા પોલીસ તંત્ર દ્વારા ફરિયાદમાં રાયોટીંગ ની કલમનો ઉમેરો કરવા માટે કોર્ટ કાર્યવાહી હાથ ધરી હતી આ બનાવની જાણવા મળતી વિગત મુજબ ભાવનગર શહેરની મધ્યમાં આવેલા મહારાજા કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળામાં અભ્યાસ કરતા પ્રજ્ઞા ચક્ષુ વિદ્યાર્થી ને ચોરી કરી હોવાના મામલે અંધ ઉદ્યોગ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા મારવામાં આવ્યો હતો માર માર્યા બાદ પ્રજ્ઞા ચક્ષુ વિદ્યાર્થી રૂમમાં તરફડતો રહ્યો હતો
પરંતુ શાળાના સંચાલક કે વિદ્યાર્થીઓ દ્વારા કણસતા પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીને હોસ્પિટલે ખસેડવાની તસ્દી પણ લીધી ન હતી તેવામાં મોડે મોડે થી પરિવારજનોને જાણ કરવામાં આવતા પરિવાર દોડી આવ્યો હતો અને વિદ્યાર્થીને હોસ્પિટલને ખસેડી ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી હતી પરંતુ પોલીસે માત્ર અરજી લઈ સંતોષ માની લીધો હતો તદ ઉપરાંત વિદ્યાર્થીના પરિવારે જિલ્લા કલેકટરને ન્યાયની માંગ સાથે રજૂઆત કરતા પોલીસે ચાર વિદ્યાર્થીઓ વિરુદ્ધ ફરિયાદ નોંઘી તપાસનો ધમ ધમાલ શરૂ કર્યો હતો તપાસની અધિકારી પીએસઆઇ ધનલક્ષ્મીબેન ડાંગર ઝીણવટ ભરી તપાસ અન્ય વિદ્યાર્થી અને અન્ય શખ્સો ના નામ સામે આવતા ની સાથે જ પોલીસ તંત્ર દ્વારા આ કેસમાં રાયોટીંગ ની કલમનો ઉમેરો કરવા માટે કોર્ટ કાર્યવાહી હાથ ધરી હતી તદ ઉપરાંત પી.એસ.આઇ ધન લક્ષ્મીબેન ડાંગર એ જણાવ્યું હતું કે રાઇટીંગ ની કલમના ઉમેરાયા બાદ ધરપકડનો દોર શરૂ થશે