Connect with us

Sihor

સિહોરના વોર્ડ નં 8માં તૂટેલા થાંભલા અને જાળીઓ રસ્તા વચ્ચેથી નહિ હટાવાતા સ્થાનિક લોકોમાં રોષ

Published

on

in-ward-no-8-of-sihore-local-people-are-angry-because-broken-pillars-and-gratings-are-not-removed-from-the-middle-of-the-road

દેવરાજ

વોર્ડ 8ના સ્થાનિક આગેવાને અધિકારીને રજુઆત કરી કે તૂટેલા થાંભલા અને જાળી રસ્તા વચાળે પડી છે કોઈ બાળકોની માથે પડે અને દુર્ઘટના સર્જાઈ તેવી સ્થિતિ છે અધિકારીએ સામેથી કહ્યું કે તમે ટાણા ચોકડી રોડનું કઈક કરો તે રોડ વધુ બિસ્માર છે, અધિકારી સ્વીકાર કર્યો કે તમે ત્રીજો ફોન કર્યો છે, સ્ટાફ ફ્રી થાય પછી લેવાય જશે

in-ward-no-8-of-sihore-local-people-are-angry-because-broken-pillars-and-gratings-are-not-removed-from-the-middle-of-the-road

સિહોરના વોર્ડ નં 8 વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી તૂટેલા થાંભલા અને ટીસી ફરતે બાંધેલી જાળી રોડ વચાળે પડેલી છે, સ્થાનિક લોકોની રજુઆતને લઈ ત્યાંના આગેવાને પીજીવિસીએલ અધિકારીને રજુઆત કરવા છતાં તૂટેલા થાંભલા અને જાળી નહિ હટાવાતા સ્થાનિક લોકો એકઠા થઇ કોઈ દુર્ઘટના સર્જાઈ તેવી દહેશત વ્યક્ત કરી છે.

in-ward-no-8-of-sihore-local-people-are-angry-because-broken-pillars-and-gratings-are-not-removed-from-the-middle-of-the-road

તૌકતે વાવાઝોડા સમયમાં સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં મોટી હોનારત સર્જાઈ હતી અને ગામોમાં અસંખ્ય વિજપોલ તૂટી જવા પામ્યા હતા એજ સ્થિતિ સિહોરમાં પણ હતી ભારે પવનના કારણે અનેક થાંભલાઓ તૂટીને કડકભૂસ થયા હતા. જોકે નુક્શાની પામેલા અનેક થાંભલાઓ આજે પણ એજ સ્થિતિમાં ઉભા છે સિંહોરના વોર્ડ 8ના ગરિયાળા વિસ્તારમાં તૂટલો વિજપોલ ઉભો છે

in-ward-no-8-of-sihore-local-people-are-angry-because-broken-pillars-and-gratings-are-not-removed-from-the-middle-of-the-road

જે કોઈ દુર્ઘટના સર્જાઈ તે સ્થિતિમાં છે સ્થાનિક આગેવાને પીજીવિસીએલ અધિકારીને રજુઆત કરી છતાં કોઈ નિકાલ ન થતા આજે ફરું સ્થાનિક આગેવાને અધિકારીને ટેલિફોનિક રજુઆત કરી હતી પરંતુ અધિકારીએ સામેથી કહ્યું કે તમે ટાણા ચોકડી રોડનું કઈક કરો તે રોડ વધુ બિસ્માર છે અધિકારીએ સ્વીકાર કર્યો કે તમે ત્રીજો ફોન કર્યો છે, સ્ટાફ ફ્રી થાય પછી લેવાય જશે આજે અહીં સ્થાનીક લોકોએ પણ તૂટેલા વિજપોલ લેવાય તેવી માંગ કરી છે અને કોઈ દુર્ઘટના સર્જાઈ તે પહેલાં વિજપોલ હટાવી લેવાની પણ ઉગ્ર માંગ કરી છે

Advertisement
Continue Reading
Advertisement
error: Content is protected !!