Sihor
સિહોર ધ્રુપકા પ્રાથમિક શાળાના બાળકોએ સાયન્સ સીટી અમદાવાદની મુલાકાત લીધી.

બ્રિજેશ
22 માર્ચ 2023ના રોજ લોક વિજ્ઞાન કેન્દ્ર ભાવનગરના સહકારથી ધ્રુપકા પ્રાથમિક શાળાના બાળકોએ અમદાવાદ ખાતે આવેલ સાયન્સ સીટીની મુલાકાત લીધી. સાયન્સ સિટીની મુલાકાતમાં બાળકો એકવેટિક ગેલેરીમાં અંડર વોટર જીવસૃષ્ટિ જેમાં વિવિધ પ્રકારની માછલી, ખડકો અને વનસ્પતિ જોઈ સાથે શાર્ક ટેન્ક અને મરજીવાનું કામ શું હોય તે જાણ્યું.
રોબોટિક ગેલેરીમાં વિવિધ પ્રકારના રોબોટ અને તેનો ઈતિહાસ વિશે જાણ્યું, સ્પેસ હોલમાં અંતરીક્ષ વિશે તેમજ પૃથ્વીની ઉત્પતિ વિશે જાણ્યું, સાયન્સ હોલમા વિવધ વિજ્ઞાનના મોડેલ કઈ રીતે કાર્ય કરે છે તેનો જાત અનુભવ કર્યો, એનર્જી પાર્કમાં સૂર્ય ઊર્જાથી ચાલતા સાધનો વિશે માહિતી મેળવી, લાઇફ સાયન્સ પાર્કમાં ડાયનાસોર અને થોર જોયા અને નેચર પાર્કમાં હીંચકા, લસરપટ્ટીની મજા લીધી.
બાળકોએ આ પ્રવાસ દરમિયાન વિજ્ઞાન ને જાણ્યું અને સમજ્યું, કંઇક નવું શીખ્યાનો આનંદ મેળવ્યો. આ તકે ધ્રુપકા શાળા પરિવાર લોક વિજ્ઞાન કેન્દ્ર ભાવનગર અને તેના કો-ઓર્ડીનેટર હર્ષદભાઈ જોશીનો આભાર વ્યક્ત કરે છે.