Connect with us

Sihor

સિહોર – રમઝાન માસ શરૂ : આ વખતે ૩ વર્ષની પરંપરા તૂટશે – ૨૯ રોઝા થશે

Published

on

Sihore - Ramadan begins: This time the tradition of 3 years will be broken - there will be 29 days

દેવરાજ

રમઝાન માસનો વિદાય વેળાનો ‘અંતિમ શુક્રવાર’ જ રમઝાન માસનો છેલ્લો દિવસ બની રહેવાનો પ્રથમવાર અનોખો સંયોગગત વર્ષ કરતા આ વર્ષે રોઝાના સમયગાળામાં ૧૦ મિનિટનો ઘટાડો થયો, શરૂઆતમાં ૧૩ કલાક ૩૮ મિનિટ અને છેલ્લે ૧૪ કલાક ૨૧ મિનિટનો રોઝો રહેશે : ૪૩ મિનિટની વધ ઘટ ઉપર પસાર થશે આખો મહીનો

ગઇકાલે ગુરૂવારે સાંજે આકાશમાં સ્‍વચ્‍છ ચંદ્ર દર્શન થઇ જતા આજથી મુસ્‍લિમ સમાજના પવિત્ર રમઝાન માસનો પ્રારંભ થતા મુસ્‍લિમ સમાજ બંદગીમય બની ગયો છે. છેલ્લા કેટલાય દિવસથી હવામાન પલ્‍ટાયેલ છે અને અવારનવાર વાદળીયુ હવામાન રહે છે. ત્‍યારે બીજી તરફ ઇસ્‍લામી પંચાગના ૧ર મહિના ર૯ કે ૩૦ દિવસના હોઇ છે જેમાં ર૯મા દિને ચંદ્રદર્શન થતું હોય છે અને ન થાય તો ૩૦મો દિવસ પુરો કરી જે તે મહિનાની શરૂઆત કરી દેવાય છે. આ સંજોગોમાં ઇસ્‍લામી પંચાગના ૮ મા મહીના શા’બાનના ગુરૂવારે ૩૦ દિ’ પુરા થતા હોઇ ચંદ્ર દર્શનની કોઇ મથામણ નહીં રહેતા ગઇ રાત્રીથી જ રમઝાન માસમાં રાત્રિના વધારાની પઢવામાં આવતી સળંગ (તરાવીહ) નમાઝનો પણ પ્રારંભ થઇ ચૂકયો છે. બીજી તરફ ર૯મા દિવસે  હવામાનના લીધે બુધવારે સાંજે ચંદ્રદર્શન નહી થતા ૩૦ દિ’ પુરા કરવાના લીધે એક દી’ મળી જતા મુસ્‍લીમ સમાજને રમઝાન માસની પ્રારંભિક તૈયારીઓ કરવામાં સરળતા રહી હતી.

Sihore - Ramadan begins: This time the tradition of 3 years will be broken - there will be 29 days

ખાસ કરીને આ વખતે રમઝાન માસનો પ્રથમ રોઝો શુક્રવારે થતા અને શુક્રવાર મુસ્‍લિમ સમાજમાં સાપ્તાહિક ઇદનો દીવસ ગણાતો હોઇ શુક્રવારના દિવસે જ પ્રથમ રોઝો થતા પહેલા રોઝાએ જ રમઝાન માસનો ધમધમાટ વ્‍યાપી ગયો હતો અને આધ્‍યાત્‍મિક ઉત્‍સાહ બેવડાઇ ગયો હતો. એટલું જ નહીં આગળ જતા રમઝાન માસ પૂર્ણ થવાની આરે આગામી તા. ર૦ એપ્રિલને ગુરૂવારે ર૮મો રોઝો હશે અને રમઝાન માસના ર૯માં રોઝાએ શુક્રવાર હશે જે કારણે શુક્રવારે ર૯ રોઝા પૂરા થયા બાદ સાંજે જ ચંદ્રદર્શન થવાની  પૂર્ણ સંભાવના હોઇ તા. રર-૪-ર૩ ના રોજ શનિવારે ‘ઇદુલ ફિત્ર’ ઉજવવામાં આવે તે પણ નિશ્રિત બની રહ્યું છે. અને એ રીતે શુક્રવારથી રમઝાન માસ શરૂ થઇ શુક્રવારે રોઝા સાથે રમઝાન માસ પૂર્ણ થવાનો પ્રથમવાર અનેરો સંયોગ સર્જાયો છે. જેમાં પણ રમઝાન માસનો અંતિમ શુક્રવાર જ રમઝાન માસનો અંતિમ દિવસ બની રહેનાર છે. અને તે પછી શનિવારે ઇદ અને પછી રવિવારે જાહેર રજાના લીધે ઉત્‍સાહ બેવડાઇ જશે.

Advertisement
error: Content is protected !!