Connect with us

Sihor

પાણીની સમસ્યા ઘેરી બની ; સિહોર નગરપાલિકાના વોર્ડ નં ૫ માં પાણીનો વિકટ પ્રશ્ન ઉકેલો – રજુઆત આવેદન

Published

on

Water problem became serious; Solve the problem of water problem in Ward No. 5 of Sihore Municipality - Petition

પવાર

નગરસેવકને સાથે રાખો વોર્ડના રહીશોની રજૂઆત, પાણી મુદ્દે કોર્ટ કાર્યવાહીની ચીમકી

સિહોર વોર્ડ નં ૫ માં માધવનગર-૨, અલ્કાપુરી, ગૌતમેશ્વરનગર, સ્વરૂપભારતીનગર, તથા સ્વસ્તિક સોસાયટી, તથા જગદિશ્વરાનગર, ગોપાલનગર, શિવનગર, મેરૂ પાર્ક, વેલનાથ સોસાયટી, માધવનગર તથા ખલીફા સોસાયટી તથા પંચવટી તથા શિવ શક્તિ સોસાયટી થી મારૂતીનગર સુધીના વિસ્તારમાં ૧૩ તથા ૧૪ દિવસે પાણી પુરવઠો મળતો હોય તથા પુરતા ફોર્સથી પાણી ન મળતા ટાંકાઓ પણ અધુરા રહેતા હોય અને અવાર નવાર અમો દ્રારા લેખીત તેમજ મૌખિક રજુઆત કરી હોવા છતાં પ્રશ્ન નુ નિરાકરણ થતુ ન હોય વોટર વર્કસના મિસ મેનેજમેન્ટ અને પાણી વિતરણ વ્યવસ્થામાં ગેરરીતી અને રાગદ્વેશ રાખવામાં આવતો હોય અને સંપુર્ણપણે બેદરકારી ભર્યુ વલણ તંત્ર દ્વારા રાખવામાં આવતુ હોય અને સરકારશ્રીએ ૫૦ લાખ લીટરનો ટાંકો બનાવેલ હોય તે ભરવામાં આવતો ન હોય જે પાણી વિતરણ વ્યવસ્થાની ગેરરીતી છે.

Water problem became serious; Solve the problem of water problem in Ward No. 5 of Sihore Municipality - Petition

અને નગરપાલિકા દ્વારા આ સપ્લાઇમાં રેસ્ટ હાઉસ પાસે લાખ રૂપીયાના ખર્ચે જોડાણ આપેલ હોય જે જોડાણ નો ઉપયોગ પાણી સપ્લાઇમાં કરવામાં આવતો ન હોય જેથી પાણી પુરવઠો મળવામાં મુશકેલી પડતી હોય જેથી વોટર વર્કસ સુપરવાઇઝર દ્વારા સરકારના મળતા મહિપરી એજ પાણી પુરવઠાને કરોડો ના ખર્ચે બનાવેલ ટાંકામાં પુરતા પ્રમાણમા પાણી નાખી પાણી સપ્લાઇ વખતે રેસ્ટ હાઉસ પાસે આપેલ જોડાણમાં વાલ્વમાથી પુરતા આંટા ખોલી સપ્લાઇ કરવામાં આવે તો પુરા ફોર્સથી પાણી મળી શકે તેમ હોય અને દિવસ ૫ દિવસે પણ પાણી આપી શકાય તેવી સુગમતા થઇ શકે તેમ હોય તેમ છતા તંત્ર દ્વારા સમયસર ટાંકા ન ભરી વાલ્વ ના જોડાણ નો ઉપયોગ ન કરી પાણી સપ્લાઇમાં મુશકેલી ઉભી કરવામાં આવતી હોય છે અહીંના લોકોની માંગ છે કે દર ૪ થી ૫ દિવસે પાણી સપ્લાઇ આપવામાં આવે અન્યથા કોર્ટ કાર્યવાહીની ચીમકી પણ અહીં ઉચ્ચારાઈ છે.

Advertisement
error: Content is protected !!