Connect with us

Bhavnagar

ભાવનગરના ડમીકાંડમાં ચાર્જશીટ દાખલ, કૌભાંડમાં સગીર યુવતી સહિત કરાઇ 61 શખ્સોની ધરપકડ

Published

on

Charge sheet filed in Bhavnagar dummy scandal, 61 people arrested including minor girl in scam

બરફવાળા

સૌથી મોટા કૌભાંડમાં સગીર યુવતી સહિત 61 શખ્સોની ધરપકડ થઇ છે: આરોપીઓને પણ કોર્ટ સમક્ષ રજૂ કરાયા

ભાવનગર સહિત રાજ્યભરમાં ચકચાર જગાવનાર ડમીકાંડમાં ઝડપાયેલા તહોમતદારો સામે ગઇકાલે ભાવનગરની કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી અને ડમીકાંડમાં અત્યાર સુધીમાં ઝડપાયેલા શખ્સોને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા તેમજ કોર્ટ પરિસરમાં પણ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવતી સરકારી નોકરી માટેની ભરતી અંગેની પરીક્ષા તેમજ બોર્ડની પરીક્ષામાં ડમી ઉમેદવારો બેસાડવા અંગેના કૌભાંડ પ્રકાશમાં આવતા ભાવનગર પોલીસ દ્વારા આ મામલાને ગંભીરતાથી લઈને ડમીકાંડમાં સંડોવાયેલા લોકોની ધરપકડ કરવામાં આવી હતી.

Charge sheet filed in Bhavnagar dummy scandal, 61 people arrested including minor girl in scam

આ ચકચારી કૌભાંડમાં પોલીસે સગીર,યુવતી સહિત 61 જેટલા લોકોની ધરપકડ કરાયા બાદ ડમીકાંડમાં સંડોવાયેલા તમામ શખ્સો વિરુદ્ધ સેક્ધડ એડિશનલ સીનીયર સીવીલ જજ અને એડિશનલ ચીફ જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટ પી.પી. મોકાશીની કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. ચાર્જશીટ દાખલ કરવાની સાથે આ કાંડમાં સામેલ શખ્સોને પણ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા.ડમીકાંડના આરોપીઓને લઈને કોર્ટ પરિસરમાં પણ પોલીસ બંદોબદત ગોઠવી દેવામાં આવ્યો હતો.

Advertisement
error: Content is protected !!