Connect with us

Bhavnagar

ભાવનગર યુનિવર્સિટી તંત્રની વેપારગીરી : એનરોલમેન્ટ ફી અને સેલ્ફ ફાયનાન્સ કોલેજોના કોર્સની ફીના વધારાનો નિર્ણય પાછો ખેંચવા માંગ

Published

on

Business of Bhavnagar University system: Demand withdrawal of decision on increase in enrollment fees and course fees of self-financed colleges

કુવાડિયા

અનેક ગણો વધારો, છાત્રોને લાખ્ખોનો ધુમ્બો, અસહ્ય ભાવ વધારા સામે મહેબૂબ બ્લોચ અને ટિમ લાલઘૂમ, દિવસ આઠમાં યોગ્ય કરવાની માંગ, અન્યથા આંદોલન

ભાવનગર યુનિ.ના દલા તરવાડી જેવા ચાલી રહેલા વહિવટને કારણે વિદ્યાર્થીઓની એનરોલમેન્ટ ફી 100માંથી 1000 કરી 10 ગણો વધારો કરાયો છે. જેને કારણે વર્ષે લાખ્ખો જેવી જંગી રકમ વિદ્યાર્થીઓને વધારે ચુકવવી પડશે. આ પ્રશ્ને વિદ્યાર્થી નેતા મહેબૂબ બ્લોચે ભાવ વધારો ન કરવા રજુઆત કરી છે અન્યથા આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે. એકબાજુ ભાવનગરની મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિ.નું શિક્ષણનું સ્તર કથળી રહ્યું છે ત્યારે તે સુધારવાને બદલે જંગી ફી વધારાથી કેળવણીકારોમાં પણ કચવાટની લાગણી ફેલાયેલ છે.

Business of Bhavnagar University system: Demand withdrawal of decision on increase in enrollment fees and course fees of self-financed colleges

એનરોલમેન્ટ ફી જે વિદ્યાર્થી માટે રૂ.100 હતી તેમાં એક જ ધડાકે 10 ગણો વધારો કરી રૂ.1000 કરી દેવામાં આવ્યો છે. આ એનોરલમેન્ટ ફી દર વર્ષે પ્રવેશ લેતા હજારો વિદ્યાર્થીઓ ભરતા હોય છે તેના માથે આ નવા વર્ષેથી લાખ્ખોનો બોજો વધશે. એમ.કે.બી. યુનિ. એવી છે જ્યાં મોટા ભાગે ગરીબે કે મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ એડમિશન લેતા હોય છે. ગામડાના વિદ્યાર્થીઓ મોટા પ્રમાણમાં હોય છે. ત્યારે આ સીધો 10 ગણો વધારો આર્થિક બોજો વધારનારો બની રહેશે. રૂા.100ને બદલે રૂા.1000ની એનરોલમેન્ટ ફી ચૂકવવી પડશે જે મધ્યમ વર્ગના પરિવારો માટે આર્થિક રીતે ફટકા સમાન બની રહેશે. નવા સત્રથી વિદ્યાર્થીઓ માટે કોલેજનું શિક્ષણ મોંઘુ બની જશે. દિવસ આઠમાં યોગ્ય કરવા મહેબૂબ બ્લોચે રજુઆત કરી માંગ કરી છે.

Advertisement
error: Content is protected !!