Sihor
ભાજપના નેતાઓમાં હિમ્મત નથી કે કાશ્મીરમાં ચાર દિવસ પદયાત્રા કરે : રાહુલનો પડકાર
કુવાડિયા
3500 થી વધુ કિમીની લાંબી ભારત જોડો યાત્રા શ્રીનગરમાં સંપન્ન : મને અહી ગ્રેનેડ નહી પ્રેમ મળ્યા છે : ભારે હિમવર્ષા વચ્ચે સંબોધન : મારૂ સફેદ ટી-શર્ટ લાલ કરવાની તક આપી હતી : મારા ભાઈએ દેશના લોકોનું દર્દ જાણ્યુ છે : પ્રિયંકા : રાહુલ સાથે ફારૂક અબ્દુલ્લા- મહેબુબા મુફતી જોડાયા
કોંગ્રેસના વરિષ્ઠ નેત અને પુર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીની 3500થી વધુ કિ.મી.ની 145 દિવસની ભારત યાત્રાના આજે સમાપન સમયે રાહુલે પડકાર કર્યો કે ભાજપના કોઈ નેતાઓ આ પ્રકારે યાત્રા કરવાની હિમ્મત નથી. આજે શ્રીનગરમાં ભારે વરસાદ તથા હિમવર્ષા વચ્ચે રાહુલ ગાંધીએ વિપક્ષના અનેક નેતાઓની હાજરીમાં શેર-એ-કાશ્મીર સુધી વૈદય માર્ચ કરી હતી અને તેમની સાથે પ્રિયંકા ગાંધી પણ જોડાયા હતા. રાહુલે કહ્યું કે, યાત્રાના પ્રારંભ પુર્વે અને સુરક્ષાનો ડર દર્શાવવામાં આવ્યો હતો પણ અહી આવીને મને કાશ્મીરીયત શું છે તે ખ્યાલ આવ્યો. રાહુલે કહ્યું કે મને ગ્રેનેડના બદલે પ્રેમ મળ્યો છે મે સફેદ ટીશર્ટ પહેરીને તેને લાલ કરી દેવા (લોહીના રંગથી) તક આપી હતી પણ મને લોકોનો પ્રેમ મળ્યો છે. રાહુલે કહ્યું કે હિંસા શું તે હું અને મારી બહેન બન્ને જાણીએ છીએ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી- ગૃહમંત્રી અમિત શાહ કે આરએસએસના લોકો તે જાણી શકશે નહી.
હું આપને ગેરેન્ટી આપું છું કે, ભાજપના કોઈ નેતા કાશ્મીરમાં ચાર દિવસ પગપાળા ચાલી શકશે નહી. એવું નથી કે જમ્મુ-કાશ્મીરના લોકો ચાલવા નહી દે પણ આ લોકો ડરે છે. રાહુલે કહ્યું કે આ યાત્રા વિચારધારાને મજબૂત કરનારી છે. જો નફરતને ખત્મ કરવા માટે એક નાનકડું કદમ ઉઠાવ્યુ છે અને મહોબ્બતની દુકાન ખોલી છે. મને આ યાત્રાથી ખૂબ જ શિખવાનું મળ્યું છે અને લોકોનું અપાર સમર્થન પણ મળ્યું છે. આ યાત્રાને સંબોધતા પ્રિયંકા ગાંધીએ ભાજપ પર આક્ષેપ કરતા કહ્યું કે તેનું રાજકારણ લોકોમાં ભાગલા પાડવાનું છે. આ યાત્રાથી રાહુલને દેશના દર્દને સમજવાની તક મળી છે. મારા ભાઈએ લોકોનું દર્દ છે. રાહુલ ગાંધીની આ યાત્રાના સમાપનમાં કાશ્મીરના બે પુર્વ મુખ્યમંત્રી ફારૂક અબ્દુલ્લા અને મહેબુબા મુફતીએ રાહુલની સાથે સ્ટેજ પર આવ્યા હતા. આ અગાઉ રાહુલે અહી મોલાના આઝાદ રોડ પર કોંગ્રેસ કાર્યાલય પર રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો હતો. જો કે તેમની યાત્રામાં વિપક્ષના કોઈ મોટા નેતા જોડાયા ન હતા.