Connect with us

Sihor

શ્રીમદ્ ભાગવત સપ્તાહ દરમિયાન કીર્તિદાન ગઢવીના લોકડાયરામાં ચલણી નોટોનો વરસાદ થયો

Published

on

During Shrimad Bhagwat Week, currency notes rained in Kirtidan Gadhvi's Lokdira

દેવરાજ

  • રાજપરા ખોડિયાર ખાતે યોજાયેલા લોકડાયરાની અદ્ભૂત રંગત જામી, કીર્તિદાને કલાકોના કલાકો સુધી લોકોને જકડી રાખ્યા

સિહોરના રાજપરા ખોડિયાર મંદિર ખાતે શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ નું આયોજન થયું છે, જેની સાથે સાથે પ્રતિદિન રાત્રિના ગુજરાત ભરમાંથી જુદા જુદા સુપ્રસિદ્ધ લોક સાહિત્યકાર, લોકગાયકો વગેરેને મહેમાન બનાવીને તેઓની કલાકૃતિ મંચ પરથી રજૂ કરાવી જનતાને વિશેષ લાભ આપવામાં આવી રહ્યો છે, ત્યારે ગઇકાલે કીર્તિદાન ગઢવીના કાર્યક્રમમાં ચલણી નોટોનો વરસાદ થયો હતો

During Shrimad Bhagwat Week, currency notes rained in Kirtidan Gadhvi's Lokdira

ગુજરાતના સુપ્રસિદ્ધ લોકગાયક કિર્તીદાન ભાઈ ગઢવીએ મંચ પરથી જણાવ્યું હતું કે, ‘જેની કૃષ્ણ સાથે છે યારી, તે છે માલધારી’ તેમ કહીને પોતે માલધારી નો દીકરો છે, અને માલધારીની કૃષ્ણ ભક્તિ સાથેના અનેક ભક્તિ ગીતો રજૂ કરીને સર્વે શ્રોતાગણને મંત્રમુગ્ધ બનાવી દીધા હતા. એટલું જ માત્ર નહીં સાથે તાળીઓ પડાવીને અનેક ભજનો પણ ગવડાવ્યા હતા, કિર્તીદાનભાઈ ગઢવી એ પોતે ચરોતર વિસ્તારના હોવાનું જણાવીને ત્યાં કૃષ્ણ ભગવાન ને ‘ડાકોર ના ઠાકોર’ તરીકે સંબોધ્યા હતા,

During Shrimad Bhagwat Week, currency notes rained in Kirtidan Gadhvi's Lokdira

અને ‘ડાકોરના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ-ખોલ-ખોલ. નું ભજન ગાઇને સૌ શ્રોતાઓને ડોલાવી દીધા હતા, તેમજ સાથે સાથે તાળીઓ પડાવી ને કથા મંડપમાં ભક્તિ સભર રંગત લાવી દીધી હતી. અને ચારે તરફ નોટોનો વરસાદ થતા કે ચોતરફ નોટોના ઢગલા થઈ ગયા હતા, કલાકો સુધી લોકોને જકડી રાખ્યા હતા

error: Content is protected !!