Connect with us

Sihor

સિહોર નગરપાલિકામાં કોંગ્રેસનું શાશન આવશે તો પાણીની સમસ્યા હલ કરીશું ; કોંગ્રેસ આગેવાનોએ ગાંધીજીની પ્રતિમા સામે શપથ લીધા

Published

on

if-congress-comes-to-power-in-sihore-municipality-we-will-solve-the-water-problem-congress-leaders-took-oath-in-front-of-gandhis-statue

સિહોર માટે મળતા સમાચાર ગણી શકાય, ગાંધી નિર્વાણ દિવસે સિહોર શહેર કોંગ્રેસ દ્વારા ગાંધીજીની પુણ્યતિથિ નિમિત્તે પુષ્પ અર્પણનો કાર્યક્રમ યોજાયો ; બાપુને યાદ કરી શ્રદ્ધાંજલિ પાઠવી ; શહેરની મુખ્ય સમસ્યાઓ માટે શપથ પણ લીધા

આજે ગાંધીજીની પુણ્યતિથિ નિમિત્તે સિહોર શહેર કોંગ્રેસ દ્વારા નગરપાલિકા ખાતે ગાંધીજીની પ્રતિમાને પુષ્પ અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં કોંગ્રેસ આગેવાનોએ ગાંધીજીની પ્રતિમા સામે શપથ લીધા કે આગામી નગરપાલિકા ચૂંટણીમાં જો કોંગ્રેસ શાશીત પાલિકામાં સત્તા આવે તો પાણીની સમસ્યા હલ કરીશું તેમજ ફિલ્ટર પ્લાન્ટ શરૂ થાય અને ગૌતમેશ્વર તળાવ સૌની યોજના હેઠળ ભરવામાં આવે તેવા પૂરતા પ્રયાસો કરીશું આ કાર્યક્રમ વેળાએ કોંગ્રેસના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આપણા દેશની આઝાદીમાં મહાત્મા ગાંધીનું યોગદાન અમૂલ્ય છે. 1915માં જ્યારે મહાત્મા ગાંધી દક્ષિણ આફ્રિકાથી ભારત પરત ફર્યા હતા ત્યારથી આઝાદી સુધી તેમણે અંગ્રેજો સામે લાંબી લડત કરીને દેશવાસીઓને માર્ગદર્શન આપ્યું. તેઓ છેલ્લા શ્વાસ સુધી દેશવાસીઓને એક કરવાના પ્રયાસમાં શહીદ થઈ ગયા.

if-congress-comes-to-power-in-sihore-municipality-we-will-solve-the-water-problem-congress-leaders-took-oath-in-front-of-gandhis-statue

30 જાન્યુઆરી 1948ના રોજ તેમની હત્યા કરવામાં આવી હતી. આજે 74મી પુણ્યતિથિ પર દેશ તેમને શ્રદ્ધાપૂર્વક યાદ કરી રહ્યો છે. આ પ્રસંગે તેમણે આપેલી અમૂલ્ય શીખ યાદ કરી શકાય. મહાત્મા ગાંધીએ એક વાત કહી હતી જે આજે પણ દુનિયા માટે એટલી જ બંધબેસતી છે. તેમણે તેમના જીવનમાં બંને વિશ્વ યુદ્ધ જોયા હતા અને શાંતિના મહત્વ અને નફરતના દુષ્પ્રભાવો અને જોખમો વિશે તેમણે કહ્યું હતું કે આંખના બદલામાં આંખ આખી દુનિયાને આંધળી કરી દેશે. બંને વિશ્વયુદ્ધની ભયાનકતાએ તેમની વાત સાચી સાબિત કરી હતી. આજે જ્યારે વિશ્વ યુક્રેન સંકટના કારણે યુદ્ધના આરે ઉભું છે ત્યારે બાપુની આ વાત વારંવાર યાદ આવે છે. બાપુ ની હત્યા બાપુ નો દેહ ભલે ના રહ્યો, પરંતુ તેમના વિચારો દરેક ભારતીયના રદયમાં જીવિત જ છે. તેથી જ આજે ભારત અને સંપૂર્ણ વિશ્વ બાપુજીની સરલ નીતિ અને વિચારો જોડે રાખી વિકાસ કરી રહ્યા છે.

error: Content is protected !!