Bhavnagar
ભાવનગર : પીરછલ્લા શેરીમાં આવેલી સંઘવી ચેમ્બરની દસ દુકાનોમાં આગ

પવાર
- આગ એટલી વિકરાળ બની ગઈ હતી કે એક પછી એક દસ દુકાનોને આગની ઝપેટમાં લઈ લીધી હતી દુકાનોમાં રાખવામાં આવેલ માલ સામાન થયો ખાક
ભાવનગર શહેરના પિરછલ્લા વિસ્તારમાં આવેલા કોમર્શિયલ કોમ્પલેક્ષ માં આવેલી એક સાથે દસ દુકાનોમાં આગ ભભુકી ઉઠી હતી આગ લાગ્યાની જાણ ફાયર બ્રિગેડ ને થતાં ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચ્યા હતા લાગેલી આગ પર પાણીનો છંટકાવ કરી આગને કાબૂમાં લીધી હતી આગમાં દુકાનોમાં રાખવામાં આવેલો માલ સમાન ખાક થઈ જવા પામ્યો હતો. આ બનાવની જાણવા મળતી વિગત મુજબ ભાવનગર શહેરના પિરછલ્લા વિસ્તારમાં આવેલા સંઘવી ચેમ્બર નામના કોમર્શિયલ કોમ્પ્લેક્સ માં વહેલી સવારે પાંચ કલાકે ઉઠી હતી આગ લાગ્યા ની જાણ થતા ની સાથે જ ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચ્યું હતું
જોત જોતા માં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા સંઘવી ચેમ્બરમાં આવેલી દસ દુકાનોને આગની જપેટમાં લઈ લીધી હતી. ફાયર બ્રિગેડ સ્ટાફે ચાર ગાડી પાણી છાંટી ભારે મત બાદ આગને કાબુમાં લીધી હતી. આગમાં આલ્ફા હોજીયરી તમન્ના ફેશનવેર મિરા જ્વેલર્સ સાજીદભાઈ ભરૂચા અક્ષર કરાચી નાગરિક બેંકની દુકાન અને વેરીનાઇસ ટેલર સહિત ૧૦ દુકાનો માં રાખવામાં આવેલ માલ સામાન ખાક થઈ ગયો હતો આગ નું કારણ અને નુકસાની જાણવા મળેલ નથી