Connect with us

Sihor

રવિવારથી ક્ષિપ્રાગીરીજી મહારાજના વ્યાસાસને ભક્તિભાવ અને ઉમંગ સાથે ભાગવત સપ્તાહનો પ્રારંભ

Published

on

bhagwat-week-begins-with-devotion-and-enthusiasm-to-kshipragiriji-maharajs-vyasa-from-sunday

પવાર

સિહોરના રાજપરા ખોડિયાર ખાતે મહંત પરિવાર દ્વારા ૨૯ થી ૪ સુધી આયોજન ; વક્તા શ્રી ક્ષિપ્રાગીરીજી મહારાજ કથા રસપાન કરાવશે, માયાભાઇ આહિર, કીર્તિદાન ગઢવી, કિંજલ દવે સહિતના કલાકારો જમાવટ કરશે ; દરરોજ રાત્રે લોકડાયરાની રમઝટ બોલશે : કથા શ્રવણ બાદ ભોજન પ્રસાદની વ્‍યવસ્‍થા : પત્રકાર પરીષદમાં વિગતો આપતા આયોજકો

bhagwat-week-begins-with-devotion-and-enthusiasm-to-kshipragiriji-maharajs-vyasa-from-sunday

ગોહિલવાડના આરાધ્ય સ્થાન ખોડિયાર મંદિરના મહંત પરિવાર દ્વારા રવિવાર તા .૨૯થી શનિવાર તા.૪ દરમિયાન બપોરે ૩થી સાંજના ૬ વાગ્યા દરમિયાન મહંત શ્રી ક્ષિપ્રાગીરીજી મહારાજના મુખે રાજપરા ખોડીયાર ખાતે ભાગવત સપ્તાહનું આયોજન થયું છે, આ સાથે વિવિધ લોકડાયરા અને ભજનના આયોજનો થયા છે.

bhagwat-week-begins-with-devotion-and-enthusiasm-to-kshipragiriji-maharajs-vyasa-from-sunday

દરરોજ બપોરના ૩ થી ૬ પૂ. ક્ષિપ્રાગીરીજી મહારાજ કથાનુ રસપાન કરાવશે અખિલ બ્રહ્માંડ અધિનાયક ભગવાનશ્રી કૃષ્‍ણની કૃપાથી તથા માં ખોડિયારની પ્રેમ નિશ્રામાં મહંત પરિવારના મંગલ મનોરથથી ખોડિયાર મંદિર ખાતે આ આયોજન થઇ રહ્યું છે રવિવારે પોથીજીની યાત્રા પ્રસ્‍થાન કરી અને જેમાં વાજતે ગાજતે સૌ જોડાયા અને બાદમાં આ પોથીયાત્રા કથા સ્‍થાને પહોંચી અને કથાનો મંગલ પ્રારંભ થયો આ કથા દરમ્‍યાન મંગલમય પ્રસંગો પણ ઉજવાશે આ આયોજન અંગે પત્રકારોને મહંત પરિવારના શ્રી ઉદયપુરી ગોસ્વામીએ વિગતો આપી જાહેર નિમંત્રણ પાઠવ્યું છે.

bhagwat-week-begins-with-devotion-and-enthusiasm-to-kshipragiriji-maharajs-vyasa-from-sunday

અહીંના અગ્રણી શ્રી ભરતભાઈ મેર દ્વારા જણાવાયા મુજબ ભાગવત સપ્તાહના આ આયોજન દરમિયાન સાંજે વિવિધ લોકડાયરા અને ભજન સાથે ગરબાના કાર્યક્રમો રાખવામાં આવ્યા છે, જેમાં જાણિતા કલાકારો પોતાની કળા પીરસશે. તા.૨૯ના શ્રી કિર્તીદાન ગઢવી, શ્રી ઉર્વશીબેન રાદડિયા અને શ્રી પોપટભાઈ માલધારી, તા.૩૧ના શ્રી માયાભાઈ આહીર, શ્રી ભીખુદાન ગઢવી, શ્રી સાગરદાન ગઢવી, શ્રીમૌલિકા દવે અને શ્રી કાશ્મીરા ગોહિલ તથા તા.૩ના શ્રી કિંજલબેન દવે સહીતના કલાકારો સંતવાણીના શુર રેલાવશે રાજપરા ખાતે શ્રી ખોડિયાર જયંતિ સાથે શ્રીમદ્દ દેવી ભાગવત પ્રસંગે સંતો, મહંતો અને મહાનુભાવોની વિશેષ ઉપસ્થિતિ રહેનાર છે. આ કથા દરમ્‍યાન ભરતભાઇ મેર અને સમગ્ર મહંત પરિવાર દ્વારા ખૂબ સુંદર વ્યવસ્થા ગોઠવવામાં આવેલ છે.

Advertisement
error: Content is protected !!