Sihor
સિહોર તાલુકાના નવા ગૂંદાણાના નિલેશ નાથાનીને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ
પવાર
- શ્રેષ્ઠ શિક્ષક તરીકે મળેલ 15 હજારની રકમ શાળાને અર્પણ કરી સંવેદનશીલતા દાખવી
માં અને શિક્ષક દરેકના જીવનનો પાયો ગણાય છે, અને તેમાં પણ જો વિશેષ મા અને વિશેષ શિક્ષક હોય તો તેની કેળવણી મેળવનાર બાળકમાં અદભુત શક્તિનું સર્જન થઈ શકે છે, ત્યારે આજે સિહોરની નવા ગુંદાળા પ્રાથમિક શાળાના શિક્ષક શ્રી નિલેશકુમાર નાથાણીને શિક્ષક દિનનાં અવસરે ભાવનગર જિલ્લા કક્ષાનાં શ્રેષ્ઠ શિક્ષક તરીકે સન્માનિત કરાયા હતા, શ્રી નિલેશકુમાર નાથાણી એક શિક્ષકની સાથે સાથે શિક્ષણને લગતા અને ખાસ કરીને પ્રાથમિક શિક્ષણને લગતા અનેક કાર્યો કરી રહ્યા છે, વર્ષોથી પોતાની સેવા શિક્ષણ કાર્યની સાથે સાથે સમાજને ઉપયોગી થાય તેવા કાર્યોમાં પણ આપી રહ્યા છે, પાઠ્યપુસ્તકના લેખક, અનુવાદ, સમીક્ષક, તાલીમ તજજ્ઞ…
આમ ઘણી બધી પ્રતિભાઓ અને આવડત ધરાવતા નિલેશકુમાર નાથાણીને ભાવનગર જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે બિરદાવવામાં આવે અને એ પણ શિક્ષક દિન નિમિત્તે ત્યારે આપણા સિહોર માટે આ એક ગૌરવની ક્ષણ છે, એક વાત ખાસ નોંધવા જેવી એ પણ છે કે શ્રેષ્ઠ શિક્ષક તરીકે તેમને મળેલી 15 હજારની રકમ પણ શાળાને અર્પણ કરી અને પોતાની સંવેદનશીલતા નાખવી હતી, પ્રાથમિક શિક્ષાને લગતી અનેક સેવા કરી રહેલા નિલેશકુમાર પ્રાથમિક શાળાનાં પાઠ્યપુસ્તકોમાં લેખક, કોઓર્ડીનેટર, તાલિમ, બાળકોની વિવિધ પ્રવૃત્તિઓ માટે સક્રિય ભાગીદારી તેમજ દેશ અને રાજ્યમાં પ્રાથમિક શિક્ષાને લગતા વિવિધ કાર્યોમાં તેઓ હંમેશાંથી સક્રિય ભાગીદારી નોંધાવી રહ્યા છે. આવી પ્રતિભા અને એ પણ સંવેદનશીલતા સાથે નિભાવવી એ જ પોતાને શ્રેષ્ઠ શિક્ષક બનાવી શકે છે, અને તે આપણા સિહોરના નવા ગુંદાળા પ્રાથમિક શાળાના શિક્ષક શ્રી નિલેશકુમાર નાથાણી કાર્યોએ બતાવી દીધું છે. આપશ્રી આગળના ભવિષ્યમાં પણ બાળકોના શિક્ષણ, પ્રાથમિક શિક્ષણ માટે અવિરત કાર્યો કરતા રહો અને આપની સેવાનો લાભ સમગ્ર ગુજરાત અને ખાસ કરીને સિહોરના બાળકોને-વિદ્યાર્થીઓને વિશેષ મળતો રહે તેવી ભાવના સાથે શંખનાદ ન્યુઝ પરિવાર વતી શ્રી નિલેશકુમાર નાથાણીને ખુબ ખુબ શુભકામનાઓ.