Sihor
મુસ્લીમ સમાજ દ્વારા ગુરૂવારે મનાવાશે ‘બકરી ઈદ’

પવાર
- સિહોર ઈદગાહ અને મસ્જીદોમાં મુસ્લીમ બિરાદરો દ્વારા વિશેષ નમાઝ અદા થશે
મુસ્લીમ સમાજ દ્વારા આગામી તા.29 ને ગુરૂવારે બકરી ઈદની ઉજવણી કરવામાં આવનાર છે. કુરબાનીનાં પર્વ એવા બકરી ઈદ પ્રસંગે મુસ્લીમ બિરાદરો દ્વારા ઈદગાહ અને મસ્જીદોમાં વિશેષ નમાઝ અદા કરી પરસ્પર એક બીજાને ગળે મીલી ઈદની મુબારક બાદી પાઠવશે.
આ પ્રસંગે સિહોરની વિવિધ મસ્જિદોમાં મુસ્લીમ બિરાદરોને નમાઝ પઢશે મસ્જીદોમાં બકરી ઈદની નમાઝ પઢી મુસ્લીમ બીરાદરો દેશના વિકાસ અને કોમી એકતા માટે દુઆ માંગશે. કુરબાનીનાં પર્વ એવા બકરી ઈદનાં પર્વને મનાવવા માટે મુસ્લીમ બીરાદરો દ્વારા તૈયારી કરવામાં આવી છે.