Sihor
જળ આવક ; સિહોર ગૌતમેશ્વર તળાવમાં નવા નીરની આવક, સપાટી 16 ફૂટ ને વટી

બ્રિજેશ
સિહોર તાલુકાના ઉપરવાસના ગામોમાં સારા વરસાદને કારણે ગૌતમેશ્વર તળાવમાં નવા નીરની આવક થવા પામી હતી. આ નીરના વધાવવા નગરજનો તળાવ તટે ઊમટી પડયા હતા. જાંબાળા, ટાણા અને બોરડી સહિત ગામો અને ઉપરવાસમાં ભારે વરસાદના કારણે પાણીની આવક તળાવમાં શરૂ થતા ગૌતમેશ્વર તળાવની સપાટી 16 ફૂટે થી વધારે પહોંચી છે સિહોર માટે જીવાદોરી સમાન પાણી પુરું પાડતા ગૌતમેશ્વર તળાવની સપાટી 16 ફૂટ થી વધુ પહોંચી છે. 27.5 ફૂટએ ઓવરફલો થતાં આ તળાવમાં વધુ અઢી ફૂટ પાણીનો વધારો થયો છે. જો કે હજુ ધીમીધારે આવક શરૂ છે પંથકના સાગવાડી, બોરડી સહિતના ગામોમાંથી પાણીની આવક થતી હોય છે.આજે વરસાદના પગલે ગૌતમેશ્વરની સપાટી 16 ફૂટથી વધારે પોહચી છે. તળાવમાં વધુ અઢી ફૂટની આવક થતા શહેરીજનો ગેલમાં જોવા મળ્યા હતા