Connect with us

Sihor

દેશમાં હાલ જે રીતે શાસન ચાલી રહ્યું છે તે પ્રમાણે લોકશાહી પર ખતરો ; રાજેન્દ્રસિંહ ગોહિલ

Published

on

A threat to democracy as per the current governance in the country; Rajendra Singh Gohil

કુવાડિયા

સિહોર ખાતે જિલ્લા કોંગ્રેસની અગત્યની બેઠક મળી, જિલ્લામાં કોંગ્રેસનું સંમેલન મળશે, હજારો કાર્યકરો ઉપસ્થિત રહેશે, બેઠકમાં રાજેન્દ્રસિંહ ગોહિલ, મેહુરભાઈ લવતુકા, માવજી સરવૈયા, જયદીપસિંહ ગેલોર્ડ, સહિતના નેતાઓની ઉપસ્થિતિ, સરકારને આડે હાથ લીધી

રાહુલ ગાંધીની સંસદમાંથી સદસ્યતા રદ કરવામાં આવતા દેશભરમાં કોંગ્રેસના કાર્યકરો દ્વારા વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે, આજે સિહોર ખાતે જિલ્લા કોંગ્રેસ સમિતિની મળેલી બેઠકમાં રાજેન્દ્રસિંહ ગોહિલ, મેહુરભાઈ લવતુકા, માવજી સરવૈયા, જયદીપસિંહ ગેલોર્ડ સહિતના નેતાઓની ઉપસ્થિત રહ્યા હતા આ બેઠકમાં રાજેન્દ્રસિંહ ગોહિલે જણાવ્યું હતું કે હાલ દેશમાં જે રીતે શાસન ચાલી રહ્યું છે તે પ્રમાણે લોકશાહી પર ખતરો છે અને ચિંતા નો વિષય બન્યો છે. મોંઘવારી, બેરોજગારી, અન્યાય ,ભ્રષ્ટાચાર વગેરે મુદ્દે લડત ચલાવતા અને ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે પોતાની ફરજ અદા કરતા રાહુલ ગાંધી સામે બદનક્ષીનો કેસ કરી, કનડગત કરી જે રીતે દોષારોપણ કરવામાં આવે છે તેમાં રાહુલ નો શું વાંક અને તેમણે શું ખોટું કર્યું તે સવાલ કરતા કહ્યું હતું કે દેશમાં બદનક્ષીના બીજા અસંખ્ય કેસ છે, તેની સરખામણીમાં રાહુલ ગાંધીના કિસ્સામાં જલ્દી સુનાવણી, બે વર્ષની સજા, 24 કલાકમાં જ સાંસદનું પદ રદ કરવા સહિતની ઝડપી પ્રક્રિયા કરવામાં આવી તેની પાછળનું કારણ શું ?આજે અંગ્રેજો કરતાં પણ દેશ ખરાબ રીતે ચાલે છે, અને લોકો પર દબાણ ઊભું કરવામાં આવી રહ્યું છે.

A threat to democracy as per the current governance in the country; Rajendra Singh Gohil

રાહુલ ગાંધી વ્યક્તિગત નહીં પણ લોકોના બંધારણના હક માટે, લોકોના આર્થિક હક માટે અને લોકશાહી ખાતર લડત ચલાવે છે, ત્યારે તેમની સામે જે કાર્યવાહી કરાઈ છે તે લીગલ નહીં પણ રાજકીય છે એવો આક્ષેપ કર્યો હતો, અને ઉમેર્યું હતું કે કોંગ્રેસના શાસનથી જ દેશમાં આજે લોકશાહી બરકરાર રહી છે. સરકાર જે રીતે શાસન ચલાવી રહી છે તે સામે લોકોમાં જે જન આક્રોશ છે તેવું તેઓએ જણાવ્યું હતું ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ દ્વારા 6 થી 12 એપ્રિલ અને 15 થી 25 એપ્રિલ સુધી બે તબક્કામાં 251 તાલુકા, 33 જિલ્લા અને આઠ શહેરી કેન્દ્રોમાં સંમેલન યોજવા જઈ રહી છે જેની તૈયારી રૂપે બેઠક મળી હતી જેમાં મોટી સંખ્યામાં આગેવાનો કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા

Advertisement
error: Content is protected !!