Sihor
સિહોરના સણોસરા ખાતે નેત્ર નિદાન કેમ્પ યોજાયો – આંખના ઓપરેશનો પણ વિનામૂલ્યે કરાયા

દેવરાજ
- સણોસરાના આગેવાન ગોકુળભાઈ આલ અને રણછોડદાસજી હોસ્પિટલ આયોજિત નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પમાં 135થી વધુ દર્દીઓ ભાગ લીધો
‘અંધે કો આંખ, ભૂખે કો ભોજન ઔર નિર્વસ્ત્રો કો વસ્ત્ર’ નો મંત્ર આપી જનાર પૂ.શ્રી રણછોડદાસજી બાપુના સિધ્ધાંતોને અનુસરીને રણછોડદાસજીબાપુ ચેરીટેબલ હોસ્પિટલ ખાતે કોઇપણ પાસેથી પૈસા દીધા વગર આંખના મોતિયાના ઓપરેશનો કરવામાં આવી રહ્યા છે. દર્દીને ભગવાન માનીને તેમની સારવાર કરવામાં આવી રહી છે.
શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પિટલ ખાતે દાખલ થયેલ કોઇપણ દર્દી પાસેથી એકપણ પૈસો કે રૂપિયા લીધા વગર તેમની તમામ પ્રકારની કેસ કાઢવાથી લઇને તપાસ, લેબોરેટરી, ઓપરેશન, દવા, ટીપા, ચશ્મા, નેત્રમણી સુધીની તમામ સારવાર મફત કરવામાં આવે છે ત્યારે માનવ સેવા એજ પ્રભુ સેવાના આશય સાથે સિહોરના સણોસરા ગામના આગેવાન ગોકુળભાઈ આલ અને રણછોડદાસ ચેરીટેબલ ટ્રષ્ટ દ્વારા યોજાયેલ નેત્રનિદાન કેમ્પમાં ૧૩૫ જેટલા આંખના દર્દીઓએ લાભ લીધેલ અને મોતીયોના દર્દીઓને ઓપરેશન માટે રાજકોટ રવાના કરવામાં આવેલ હતા
એક વર્ષમાં બાળકથી માંડીને ૧૦૦ વર્ષની વયા દર્દીઓને મફત ઓપરેશનો કરવામાં આવ્યા છે. દરેક દર્દીઓનું આધુનિક ફેકો મશીન સાથે સોલ્ટ ફોલ્ડેબલ લેન્સ (નેત્રમણી) સાથે ટાંકા વગરનું મફત ઓપરેશન કરવામાં આવે છે. એટલુ જ નહીં દર્દીને રહેવા, જમવા, ચા-નાસ્તો, શુધ્ધ ઘીનો શીરો તેમજ ખાસ એક ધાબળો (બ્લેન્કેટ) આપવામાં આવે છે. સણોસરા ખાતે યોજાયેલ કેમ્પને સફળ બનાવવા ગોકુળભાઈ અને ટીમે ભારે જહેમત ઉઠાવી હતી