Connect with us

Entertainment

અમિતાભ બચ્ચન અને રશ્મિકા મંડન્નાની ‘ગુડબાય’નો ફર્સ્ટ લુક રીલીઝ, આ દિવસે રિલીઝ થશે ફિલ્મ

Published

on

Amitabh Bachchan and Rashmika Mandanna's 'Goodbye' first look release, the film will release on this day

અમિતાભ બચ્ચન અને રશ્મિકા મંડન્નાની ‘ગુડબાય’નો ફર્સ્ટ લુક રીલીઝ, આ દિવસે રિલીઝ થશે ફિલ્મ

ફર્સ્ટ લૂક પોસ્ટરમાં અમિતાભ બચ્ચન પતંગ ઉડાડતા જોવા મળે છે : ફિલ્મમાં અમિતાભ અને રશ્મિકા પિતા-પુત્રીના રોલમાં જોવા મળશે

અમિતાભ બચ્ચન અને રશ્મિદા મંદન્ના સ્ટારર ફિલ્મ ‘ગુડબાય’નું ફર્સ્ટ લૂક પોસ્ટર શનિવારે રિલીઝ કરવામાં આવ્યું છે. આ સાથે જ ફિલ્મના રિલીઝ ડેની પણ જાહેરાત કરવામાં આવી છે. ફિલ્મ ‘ગુડબાય’માં અમિતાભ બચ્ચન અને રશ્મિકા મંદન્ના પિતા-પુત્રીના રોલમાં જોવા મળશે. ફિલ્મનું ફર્સ્ટ લૂક પોસ્ટર આવી ગયું છે. જ્યારથી આ ફિલ્મની જાહેરાત થઈ છે ત્યારથી અમિતાભ બચ્ચન અને રશ્મિકાના ચાહકો તેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ફિલ્મના સેટ પરથી તસવીરો આવી ચુકી છે, જ્યારે હવે ફર્સ્ટ લૂક પોસ્ટર રિલીઝ કરીને મેકર્સે એમ પણ કહ્યું છે કે ફિલ્મ 7 ઓક્ટોબરે સિનેમાઘરોમાં રિલીઝ થશે. ગુડબાયની કહાની જીવન, કુટુંબ અને સંબંધો વિશે છે. ફિલ્મનું પોસ્ટર શેર કરતા અમિતાભ બચ્ચને લખ્યું, ‘પરિવારનો સપોર્ટ સૌથી ખાસ હોય છે જ્યારે કોઈ નજીક ન હોય, તો પણ તેમની લાગણી રહે છે.’ ફર્સ્ટ લૂક પોસ્ટરમાં અમિતાભ બચ્ચન પતંગ ઉડાડતા જોવા મળે છે જ્યારે રશ્મિકા મંદન્ના તેની પાછળ ચુપકીદી લઈને ઉભી છે. વિકાસ બહલ દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન અને રશ્મિકા મંદન્ના સિવાય નીના ગુપ્તા, પલ્લવી ગુલાટી, એલી અવરામ, સુનીલ ગ્રોવર, સાહિલ મહેતા અને અભિષેક ખાન પણ મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મમાં અમિતાભ અને રશ્મિકા પિતા-પુત્રીના રોલમાં છે એટલે ફિલ્મ પણ ‘પીકુ’ની યાદ અપાવે છે. આ ફિલ્મ એકતા કપૂરના બાલાજી મોશન પિક્ચર્સના બેનર હેઠળ બનાવવામાં આવી છે. વર્કફ્રન્ટની વાત કરીએ તો અમિતાભ બચ્ચન આગામી 9 સપ્ટેમ્બરે અયાન મુખર્જીની ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’માં જોવા મળશે. આ સિવાય તે દીપિકા પાદુકોણ સાથે હોલિવૂડ ફિલ્મ ‘ધ ઈન્ટર્ન’ની રિમેકમાં પણ જોવા મળશે.

Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!