Connect with us

Sihor

કેન્દ્રનાં વિવિધ વિભાગોમાં 30 લાખ જેટલી જગ્યા ખાલી : ડો.મનિષ દોશી

Published

on

About 30 lakh vacancies in various departments of the centre: Dr. Manish Doshi

દર વર્ષે બે કરોડ રોજગાર આપવાનું વચન આપનાર ભાજપ સરકારની યુવાનો સાથે છેતરપીંડી

કાર્યાલય

ભાજપાના સાંસદો પોતાનો પ્રગતિપથ ખુલે, પોતાની રોજગારી ટકી રહે તે માટે વારંવાર મહિમામંડન કરી રહ્યા છે ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા ડિપાર્ટમેન્ટનાં પ્રવક્તા ડો.મનીષ દોશીએ આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે ગુજરાતમાં ભરતી, ભાજપ અને ભ્રષ્ટાચાર સાથે ચાલે છે. મધ્યપ્રદેશના વ્યાપમ કૌભાંડની જેમજ ગુજરાતમાં વ્યાપક ભરતી કૌભાંડો ચાલી રહ્યાં છે. મોંઘા શિક્ષણ બાદ યુવાનો ને રોજગારી મળતી નથી. શિક્ષણમાં 32 હજારથી વધુ શિક્ષકોની જગ્યા ખાલી છે બીજીબાજુ ટેટ-ટાટ પાસ થયેલા 50 હજારથી વધુ યુવાનો શિક્ષક બનવા માટે રાહ જોઈ રહ્યાં છે ઉચ્ચ શિક્ષણમાં પણ સરકારી અને ગ્રાન્ટેડમાં 55 ટકા પ્રાધ્યાપકોની જગ્યા ખાલી, યુનિવર્સિટીમાં 45 ટકાથી વધુ પ્રાધ્યાપકોની જગ્યા ખાલી છે.

About 30 lakh vacancies in various departments of the centre: Dr. Manish Doshi

ટેક્નિકલ શિક્ષણમાં પણ ડીગ્રી ઇજનેરી – 45 ટકા જેટલા અધ્યાપકો, ડિપ્લોમા ઇજનેરી- 50 ટકા જેટલા અધ્યાપકોની જગ્યાઓ ખાલી છે, ડીગ્રી-ડિપ્લોમા સહિતની કોલેજમાં લેબોરેટરી / વર્કશોપમાં પણ 65 ટકા જગ્યાઓ ખાલી છે જેના કારણે વિધાર્થીઓ હાલાકી ભોગવી રહ્યા છે. ઉચ્ચ શિક્ષિત યુવાનો લાંબા સમયથી સરકારી નોકરીમાં ભરતી માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છે બીજી બાજુ ભાજપ સરકાર લાંબા સમયથી વિવિધ વિભાગોમાં ખાલી જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા કરાતી નથી દર વર્ષે બે કરોડ રોજગારનું વચન આપનાર કેન્દ્રની મોદી સરકાર- ભાજપ સરકારએ દેશના અને ગુજરાતમાં કરોડો યુવાનો સાથે છેતરપીંડી-વિશ્વાસઘાત કર્યો છે, ભાજપ સરકારે દર વર્ષે 2 કરોડ રોજગાર એટલે કે 9 વર્ષમાં 18 રોડ રોજ્ગાર આપવાને બદલે 2 કરોડ થી વધુ રોજગાર છીનવી લીધા. હકીકતમાં તો રેલવે, ગૃહ, રક્ષા, ઓડિટ, પોસ્ટ, રેવન્યુ સહિતનાં વિભાગોમાં પણ 10 લાખ જેટલી જગ્યાઓ ખાલી છે રેલ્વેમાં 2.93 લાખ, રક્ષા વિભાગમાં 2.64 લાખ, ગૃહ વિભાગમાં 1.43 લાખ, પોસ્ટ્સમાં 90050, રેવન્યુમાં 80243, ઓડિટમાં 25943 સહીત 30 લાખ જેટલી જગ્યાઓ ખાલી છે.

Advertisement
error: Content is protected !!