Connect with us

Bhavnagar

ભાવનગર શહેર માટે અભયસિંહ ચૌહાણ અને જિલ્લાની કમાન આર.સી.મકવાણાના હાથમાં

Published

on

abhay-singh-chauhan-for-bhavnagar-city-and-rc-makwana-in-charge-of-the-district

કુવાડિયા

  • ભાવનગર શહેર અને જિલ્લા ભાજપ પ્રમુખોની વરણી, નવા પ્રમુખોની નિમણૂક થતા જ તમામ ચર્ચાઓનો અંત

ભાવનગર શહેર અને જિલ્લામાં ભાજપ પ્રમુખોની આજે વરણી કરવામાં આવી છે, ભાવનગર શહેર ભાજપ પ્રમુખ તરીકે અભયસિંહ ચૌહાણ તથા જિલ્લા ભાજપ તરીકે આરસી મકવાણાની નિમણૂક કરવામાં આવી છે. સી.આર.પાટીલ દ્વારા ચાર જિલ્લાઓમાં ભાજપના નવા પ્રમુખોની વરણી કરવામાં આવી છે જેમાં ભાવનગર શહેર અને જિલ્લો, મહેસાણા જિલ્લો અને બોટાદ જિલ્લામાં નવા પ્રમુખોની નિમણૂક કરવામાં આવી છે, જેમાં ભાવનગર શહેરના નવા પ્રમુખ અભયસિંહ ચૌહાણની નિમણૂક થઈ તે ભાવનગર મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન તરીકે પણ ફરજ બજાવી ચુક્યા છે, અભયસિંહ ચૌહાણની ભાજપ શહેર પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી છે.

abhay-singh-chauhan-for-bhavnagar-city-and-rc-makwana-in-charge-of-the-district

જ્યારે ગુજરાતના પૂર્વ રાજ્ય સરકારના મંત્રી અને મહુવાના પૂર્વ ધારાસભ્ય આર.સી મકવાણાની જિલ્લા ભાજપ તરીકે નિમણૂક કરવામાં આવી છે, બે દિવસ પહેલા જ ભાવનગર શહેર અને જિલ્લા પ્રમુખોનાં રાજીનામા લઈ લેવામાં આવ્યા હતા, આમ નવા પ્રમુખોની નિમણૂક થતા ચર્ચાનો અંત આવ્યો હતો. આરસી મકવાણા અને અભયભાઈ ચૌહાણની નિમણુંકને કેન્દ્રિય મંત્રી મનસુખભાઇ માંડવિયા, ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષા અને સાંસદ ભારતિબેન શિયાળ, ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી, પૂર્વના ધારાસભ્ય  સેજલબેન પંડ્યા, જિલ્લા ભાજપના પૂર્વ અધ્યક્ષ મુકેશભાઈ લંગાળીયા, શહેર ભાજપના પૂર્વ અધ્યક્ષ ડો. રાજીવભાઈ પંડ્યા, સમગ્ર શહેર અને જિલ્લા સંગઠન, પક્ષના વરિષ્ઠ આગેવાનો, વોર્ડ સંગઠન, ચૂંટાયેલા પદાધિકારીઓ, સદસ્યો, વિવિધ સેલ મોરચાના આગેવાનો, જિલ્લાભરના કાર્યકરો તેમજ શિક્ષણ સમિતિના હોદેદારોરે નિમણુંકને આવકારતા અભિનંદન પાઠવી હર્ષની લાગણી અનુભવી હતી

error: Content is protected !!