Connect with us

Sihor

અનોખો મહિમા : સિહોર મોટાચોક નવરાત્રી સમિતિ દ્વારા 35 વર્ષથી ઉજવાય છે અનોખી નવરાત્રી

Published

on

a-unique-navratri-has-been-celebrated-for-35-years-by-the-sihor-motachok-navratri-committee

પવાર

નવરાત્રીમાં મોટાચોક ખાતે દર્શન માટેનો અનોખો મહિમા છે, નવે નવ દિવસ માટે અલગ અલગ માતાજીઓની મૂર્તિઓ બનાવાય છે માં આદ્યશક્તિની આરાધના અને ઉપાસનાના મહાપર્વ નવરાત્રી મહોત્સવને પૂર્ણ થવામાં હવે ત્રણ દિવસની વાર છે નવરાત્રીને લઈને ચોકે-ચોકે સોળે શણગાર સર્જયો છે દરેક જગ્યાએ પ્રાચીન ગરબીમાં રોશનીની સજાવટ સહિત અદભુત શણગાર કરાયો છે જગત જનની માં જંગદબાની ભક્તિ કરવાના સુવર્ણ અવસર સમાન નવરાત્રી મહોત્સવની ઉજવણી ભક્તિભાવ સાથે થઈ રહી છે

ત્યારે સિહોર મોટાચોક નવરાત્રી ઉત્સવ સમિતિ દ્વારા છેલ્લા ૩૫ વર્ષથી અલગ અલગ દેવી દેવતાઓની મૂર્તિઓ માટીના હસ્તકલા સાથે બનાવવામાં આવે છે આ પરંપરાઓ સ્વર્ગસ્થ સુપ્રસિદ્ધ પેઈન્ટર મુકેશ સોની દ્વારા શરૂઆત કરી હતી જેઓએ ૧૫ વર્ષથી મૂર્તિ બનાવી હતી ત્યાર બાદ તેઓનું દુઃખદ અવસાન થયું હતું

હાલ તેઓની હયાતી ન હોય પણ તેમની પ્રેરણા સાથે એકદમ સરળ , ધાર્મિક , અને સામાજીક રાજકીય કાર્યકર પ્રસિદ્ધ પેઈન્ટર સુભાષ રાઠોડ ની ટીમ દ્વારા આ માટી કામ સાથે દેવી દેવતાના ખાસ પશુઓની મૂર્તિઓ બનાવી અને કલર કામ કરી જેઓ સવારથી લઈ રાત્રી ના ૯ વાગ્યા સુધી આ મૂર્તિ બનાવી જેઓ આબેહૂબ માતાજી સાક્ષાત્કાર થતા હોય તેવી જ માતાજીની મૂર્તિઓ નવલા નવરાત્રી ના ૧૦ દિવસ સુધી અલગ અલગ દેવી દેવતા ઓના સાક્ષાત્કાર ક્રરાવતા સુભાષભાઈ રાઠોડ અને તેઓની ટીમ દ્વારા સતત મહેનત કરી સિહોર ની જાહેર જનતા માટે રાત્રી ના ૯,૩૦ કલાકે મૂર્તિ ની પાઠ પૂજા બાદ દર્શનારથીઓ માટે ખુલ્લી મુકવામાં આવે છે

a-unique-navratri-has-been-celebrated-for-35-years-by-the-sihor-motachok-navratri-committee

હજારોની સંખ્યામાં દર્શનાર્થીઓ દર્શન નો લાભ સાથે અહીં ખૂબ મોટી ભીડ જામતી હોય છે અહીં પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત મુકવામાં પણ આવે છે અહીં દર્શન માટેનો અનોખો મહિમા રહેલો છે

Advertisement
Continue Reading
Advertisement
error: Content is protected !!