Connect with us

Sihor

હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ : સિહોરના બંધનમાં નવરાત્રિની જબ્બર ધમાલ : સૌ કોઈ મન મૂકી રાસ રમ્યા

Published

on

7th-day-navratri-celebration-at-sihor-bandhan-party-ploat

પવાર

‘હૈયે રાખી હામ… મારે ચિતરાવું સે નામ…જગત જનનીની ભકિતમાં તરબોળ, ભગવતી ભવદુઃખ કાપો…રોશનીના ઝગમગાટ, ધૂપ, દીવા, આરતી, દુહા, છંદ, સ્તુતિ, ગરબા સંગ વાતાવરણ તેજોમય, સિહોરના પ્રતિષ્ઠિત ઇલાબેન જાની, પન્નાબેન મહેતા સહિત મહિલા અગ્રણીઓ ગરબે રમ્યા, સાતમા નોરતે ખેલૈયાઓ યુનિક ડ્રેસ, સ્ટેપ્સ અને સ્ટાઇલથી બન્યું આકર્ષણનું કેન્દ્ર

7th-day-navratri-celebration-at-sihor-bandhan-party-ploat

કેસરિયો રંગ તને લાગ્યો અલ્યા ગરબા, સિહોરમાં સાતમાં નોરતે બંધન પાર્ટી પ્લોટમાં ખેલૈયાઓએ મન મૂકીને રાસની રમઝટ બોલાવી હતી શહેરની સોસાયટીઓ, શેરીઓમાં નાના-મોટા આયોજનોમાં હર્ષોલ્લાસ ભેર ઉજવણી કરવામાં આવી રહી છે નવલાં નોરતાના સાતમાં નોરતે ખેલૈયાઓ, બાળકો, મોટેરા ભાઈઓ-બેહનો મન મૂકી રાસ ન રમઝટ બોલાવી હતી.

7th-day-navratri-celebration-at-sihor-bandhan-party-ploat

સિહોર શહેરના બંધન પાર્ટી પ્લોટ ખાતે લાયન્સ કલબ અને ગણપુલે મહિલા મંડળ દ્વારા નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું છે ગઈકાલે નોરતાના સાતમાં દિવસે બેહનો ખાસ અવનવાં ટ્રેડિશનલ ટ્રેસ પહેરી રાસ ની રમઝટ બોલાવી હતી. બેહનો દ્વારા દરરોજ અલગ-અલગ કલરના અવનવાં ટ્રેડિશનલ ટ્રેસો પહેરવામાં આવે છે.

7th-day-navratri-celebration-at-sihor-bandhan-party-ploat

નવરાત્રિને લઈને આ વર્ષે ખેલૈયાઓમાં અલગ જ પ્રકારનો જોશ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે નવરાત્રિમાં ખેલૈયાઓમાં અનેરો ઉત્સાહ ઉમંગ અને જોશ જોવા મળી રહ્યો છે. ત્યારે સાતમા નોરતે રાત્રી ચોકે ચોકે અને શેરીએ ઘરોમાં, મંદિરોમાં રોશનીના ઝગમગાટ, ધૂપ, દીવા, આરતી, દુહા, છંદ, સ્તુતિ, ગરબા સંગ વ્રત, જપ, તપ દ્વારા અનુષ્ઠાન કરવા ભકિતભીનો તલસાટ પ્રવર્તે છે

Advertisement
error: Content is protected !!