Sihor
લાયન્સ કલબ ઓફ સિહોર દ્વારા ત્રિવિધ સેવાકીય કાર્યક્રમ યોજાયા
દેવરાજ
લાયન્સ કલબ ઓફ સિહોર દ્વારા કાજાવદર પ્રાથમિક શાળા મા ત્રણ અલગ અલગ સેવાકીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આજ ના કાર્યક્રમ મા ધોરણ ૧ થી ૫ ના ૧૮૫ બાળકો ને સુવર્ણ પ્રાશન ડ્રોપસ પાવામા આવ્યા હતા.
કાજાવદર ના ૫ આર્થિક પછાત પરિવાર ને રાશન કીટ અર્પણ કરવામા આવી હતી અને સ્વ. ચંપાબેન ભુપતરાય આસ્તિક (લાયન્સ પ્રમુખ ના માતુશ્રી)ની ૩જી પુણ્ય તિથિ નિમિત્તે બાળકો ને બટુક ભોજન કરાવવા મા આવ્યુ હતુ.
આજના ત્રિવિધ કાર્યક્રમ મા પૂર્વ લાયન્સ પ્રમુખ પ્રદીપભાઈ કળથિયા તથા MJF લાયન ડો.શ્રીકાંતભાઈ દેસાઈ તથા લાયન ડો.કલ્પેશભાઈ ગૌસ્વામી તથા લાયન્સ પ્રમુખ ડો.પ્રશાંત આસ્તિક અને ગામના આગેવાનો ની પ્રેરક હાજરી મા ત્રણેય કાર્યક્રમ સંપન્ન કરવા મા આવ્યા હતા.