Bhavnagar
સિહોર સાથે રાજ્યભરમાં મતદારયાદી સુધારણા કાર્યક્રમનો પ્રારંભ : તા.16ના ખાસ ઝુંબેશ

પવાર
સિહોર શહેર અને જિલ્લામાં ખાસ ઝુંબેશ દરમિયાન મતદાન બુથો પર બી.એલ.ઓ ઉપસ્થિત રહેશે : મતદારયાદીમાં નવા નામો તેમજ સરનામામાં સુધારા વધારા કરાવી શકાશે, મામલતદાર કચેરી ખાતે આજે બેઠક મળી
સિહોર સહિત રાજયભરમાં આજથી ફોટાવાળી મતદારયાદીનો ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમનો પ્રારંભ થયો છે. આ સંદર્ભ સિહોર મામલતદાર કચેરી ખાતે એક ખાસ બેઠક યોજવામાં આવી હતી જેમાં મામલતદારશ્રી દ્વારા મુખ્ય અધિકારીઓને જરૂરી માર્ગદર્શન પૂરૂં પાડેલ હતું. સિહોર મામલતદાર કચેરી ખાતે આ બેઠકમાં ખાસ પદાઅધિકારીઓ તેમજ ચૂંટણી વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓએ હાજરી આપી હતી. તા.20 સુધી ચાલનારા આ મતદારયાદી સુધારણા કાર્યક્રમ દરમિયાન આગામી તા.16ને રવિવારના સિહોર શહેર જિલ્લામાં મતદારયાદી સુધારણાની ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવશે.
જેમાં સિહોર શહેર જિલ્લામાં નિયત કરાયેલી મતદાન બુથો પર બી.એલ.ઓ. ઉપસ્થિત રહી કામગીરી કરશે. અહી એ ઉલ્લેખનીય છે કે, આગામી વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણી સંદર્ભે પ્રાથમિક તબકકે આ મતદાર યાદી સુધારણા કાર્યક્રમોનો આરંભ થયો છે. જેમાં તા.28 એપ્રિલ સુધીમાં હકક દાવા અને વાંધા અરજીઓનો નિકાલ કરાશે જયારે તા.4ને સુધીમાં પુરવણી યાદીઓ જનરેટ થયા બાદ તા.10 મેના મતદાર યાદીની આખરી પ્રસિદ્ધિ કરી દેવાશે જિલ્લાની તમામ મામલતદાર કચેરીઓમાં મતદાર યાદીનો ખાસ સંક્ષિપ્ત સુધારવા માટે કામગીરી શરૂ થવા પામી છે. દરમિયાન આજે યોજાયેલ બેઠકમાં મતદાર યાદીમાં યુવા મતદારઓ અને શ્રમિકોની વધુ ને વધુ નોંધણી થાય તે માટે ભાર મૂકવામાં આવેલ હતો.