Sihor
અંજની ઘેર આનંદ ભયો જય હનુમાનજી મહારાજ કી

પવાર – બુધેલીયા
હનુમાન જન્મોત્સવની ઉજવણીમાં સમગ્ર સિહોર ભકિતમાં તદાકાર : દિવસભરના અનુષ્ઠાનો
સિહોર શહેરમાં હનુમાન જન્મોત્સવ ઉમંગ સાથે ઉજવણી : હનુમાનધારા ખાતે હજારો ભકતો ઉમટી પડયા : શહેરના વિવિધ મંદિરોમાં ધાર્મિક કાર્યક્રમો
જય બજરંગબલીના નાદ સાથે સિહોરમાં હનુમાન જયંતિની ઉમંગભેર ઉજવણી થઈ છે, બળીયા દેવ બજરંગબલીની ભક્તિમાં આજે સિહોર ઓળઘોળ બન્યુ છે. હનુમાન જન્મોત્સવ નિમિતે શહેરભરમાં શેરીએ ગલીએ આવેલ દાદાના મંદિરોને અનેરા શણગાર સાથે આજે સવારથી જ આરતી, પૂજન, ધૂન કીર્તનના કાર્યક્રમો ચાલી રહ્યા છે.
બટુક ભોજન-મહાપ્રસાદ માટે ગુંદી ગાંઠીયાના તાવડા ગઇ કાલ સાંજથી ધમધમી રહ્યા છે. મંદિરોને અનેરા ફુલોનો શણગાર તેમજ લાઇટીંગ ડેકોરેશન કરાયુ છે. ધાર્મિક ધૂન ભજનોની સુરાવલીઓ ગુંજી રહી છે. અમુક સ્થળોએ શોભાયાત્રાના પણ આયોજનો થયા છે. દરમિયાન શહેરના હનુમાનધારા મંદિર ખાતે પવનપુત્ર હનુમાનજી મહારાજના પ્રાગટય દિવસનો અનેરા ધર્મોલ્લાસ સાથે ઉજવાઇ રહી છે.
રક્તદાન કેમ્પ મહાપ્રસાદ, યજ્ઞ, બટુક ભોજન, પ્રસાદી વિતરણ, મહાઆરતી, મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો યોજાયા છે. આજે હનુમાનજીની જન્મોત્સવ ભારે ઉત્સાહ સાથે વિવિધ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. મંદિરોમાં બટુક ભોજન, મહાપ્રસાદ, સુંદરકાંડના પાઠ, હનુમાન ચાલીસા, ભજન સંધ્યા, રામધુન, આરતી, પૂજન સહિતના પાઠનું ઠેર ઠેર થઇ રહ્યું છે.