Mahuva
મહુવાના રહેણાંકના મકાનમાં ઇલેક્શન આઇટી વિભાગની ટીમ ત્રાટકી

પવાર
- આઈ ટી વિભાગનું સર્ચ ઓપરેશન જારી એકાદ કરોડની રોકડ રકમ બરામદ થઈ હોવાની આશંકા
વિધાનસભાની ચૂંટણી નું પ્રચાર કાર્ય અને જોડતોડ ની રાજનીતિ જોશથી શરૂ છે ત્યારે વહીવટી વિભાગ પણ સભ્ય બની મતદાન અને કાઉન્ટિંગ સહિતની તૈયારીમાં વ્યસ્ત બન્યું છે ત્યારે ઇલેક્શન વિભાગ દ્વારા બનાવવામાં આવેલી આઇટી સેલને મળેલી બાતમીના આધારે ભાવનગર જિલ્લાના મહુવાના રહેનાતના મકાનમાં અચાનક ત્રાટકી સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું સર્ચ ઓપરેશન હાથ ધરાતાની સાથે ચકચાર મચી જવા પામી છે જોકે રહેણાંકના મકાનમાંથી એક કરોડ જેટલી રોકડ રકમ બરાબર કરી હોવાની ચર્ચાઓ પણ વહેતી થઈ છે
ઇલેક્શન વિભાગની આઈટી સેલ દ્વારા હજુ એ આ સર્ચ ઓપરેશન શરૂ રાખવામાં આવ્યું હતું બનાવની પ્રાપ્ત થતી વિગત અનુસાર ભાવનગર જિલ્લાના મહુવાના રહેણાંકના મકાનમાં ઇલેક્શન વિભાગના આઈટી સેલ ને મળેલી બાતમીના આધારે મહુવા ખાતે આવેલી ફાતેમા સોસાયટી બ્લોક નંબર ૭૭ અને બ્લોક નંબર ૩૦ બી માં ઇલેક્શન વિભાગની આઈટી સેલ ડીવાયએસપી સહિત ના અધિકારીઓ ત્રાટક્યા હતા અને રહેણાંકના મકાનમાં ખર્ચ ઓપરેશન ચાલુ કર્યું હતું આ ઓપરેશન હજુ એ શરૂ છે તેવામાં આ સમાચાર વાયુ વેગે વહેતા થતા લોકોના ટોળા હતા ઇલેક્શનના આઇટી વીભાગને મોટી રકમ એટલે કે અંદાજિત એકાદ કરોડ રકમ મળી હોવાની શંકા સેવાઈ રહી છે. હજુ એ વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે