Sihor
સિહોરના ટાણા ગામે રોમિયોગીરી કરતા અને વધુ સ્પીડે વાહન ચલાવતા શખ્સો સામે પોલીસની સખત કાર્યવાહી

પવાર
સિહોર પોલીસના પીઆઇ ભરવાડ સહિતની પોલીસ ટીમે સધન ચેકીંગ ; રોમિયોગીરી કરતા અને વધુ સ્પીડે વાહન ચલાવતા શખ્સો સામે કાર્યવાહી કરી : અનેક વાહનો ડિટેયન કર્યા
સિહોર પોલીસની ટ્રાફીક ઝુંબેશ હવે ટાણા ગામ સુધી પોહચી છે ટાણા ગામે આજે પોલીસ અધિકારી અને સ્ટાફ દ્વારા પેટ્રોલિંગ હાથ ધરાયુ હતું અને ટ્રાફિક અડચણો દૂર કરવાની સાથે બાઈક ચાલકોની નંબર પ્લેટ, ટ્રીપલ સવારી, વાહનોના લાયસન્સ તેમજ કોઈ આધાર પુરાવા વગર, ટીનેજર છોકરાઓ,ફેન્સી નંબર પ્લેટ, સહિતના વાહનોને ડીટેઇન કરવામાં આવ્યા હતા તેમજ મોટી સંખ્યામાં દંડાત્મક કાર્યવાહી કરતા ટાણા ગ્રામ્ય પંથકમાં ફફડાટ પેસી ગયો હતો.
પોલીસ ટીમે સધન ચેકીંગ હાથ ધર્યું હતું અને રોમિયોગીરી કરતા અને વધુ સ્પીડે વાહન ચલાવતા શખ્સો સામે કાર્યવાહી કરી હતી સિહોર શહેરમાં રોમિયોગીરી કરતા અને વધુ સ્પીડે વાહન ચલાવતા શખ્સો સામે પોલીસની લાલ આંખ કરી છે . પોલીસ દ્વારા આવા આવારા તત્વો સામે સખત કાર્યવાહી કરવામાં આવી રહી છે ટાણા ગામે આજે પોલીસ ટીમે સધન ચેકીંગ હાથ ધરી રોમિયોગીરી કરતા અને વધુ સ્પીડે વાહન ચલાવતા શખ્સો સામે કાર્યવાહી કરી આવા તત્વોની સામે લાલ આંખ કરતા ફફડાટ ફેલાયો છે.