Connect with us

Vartej

માલણકાના નેરાના કાંઠે બાવળની કાટમાં ખુલ્લી જગ્યા માંથી જુગારનો અખાડો ઝડપાયો

Published

on

a-gambling-den-was-found-in-an-open-space-in-an-acacia-grove-on-the-banks-of-the-nera-in-malanka

પવાર

  • વરતેજ પોલીસે છ શખ્સોને રોકડા રૂપિયા મોબાઇલ મળી કુલ રૂપિયા ૭૮,૬૦૦ નાં મુદ્દામાલ સાથે ઝડપી લીઘા : છ શખ્સો ફરાર

વરતેજ નજીક આવેલા માલણકા ગામના નેરાના કાંઠે આવેલી બાવળની કાંટની ખુલ્લી જગ્યામાં બે શખ્સો દ્વારા બહારથી માણસો બોલાવીને જુગારનો અખાડો ચલાવતો હોવાની બાદમીના આધારે વરતેજ પોલીસે કરોડો કરી અખાડો ચલાવનાર બે શખ્સો સહિત ૬ શખ્સોને રોકડા રૂપિયા સાથે ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવની જાણવા મળતી વિગત મુજબ વરતેજ પોલીસ પેટ્રોલિંગ કરી રહી હતી તે દરમિયાન બાતમી મળી હતી કે માલણકા ગામ ના નેરાના કાંઠે આવેલી બાવળની કાંટ ની ખુલી જગ્યામાં કરણ ભરતભાઈ ડાભી અને રામભાઈ બારૈયા બહારથી માણસો બોલાવી જુગાર નો અખાડો ચલાવી રહ્યા હોય વરતેજ પોલીસે વોચ ગોઠવી દરોડો કર્યો ત્યારે જુગારની બાજરી માંડી બેસેલા જગદિશભાઇ કાનજીભાઇ જામ્બુચા, કાળુભાઇ કાનજીભાઇ સોલંકી, સુરપાલસિંહ જયુભા ઉર્ફે જયપાલસિંહ ગોહિલ, રાજેન્દ્રસિંહ ઉર્ફે દિગુ ઘનશ્યામસિંહ ગોહિલ, કલ્પેશભાઇ રમેશભાઇ રાઠોડ, રમેશભાઇ ઉર્ફે પ્રભુ ખોડાભાઇ ખસીયા ને વરતેજ પોલીસે રોકડા રૂપિયા મોબાઇલ મળી કુલ રૂપિયા ૭૮,૬૦૦ના મુદ્દા માલ સાથે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી

a-gambling-den-was-found-in-an-open-space-in-an-acacia-grove-on-the-banks-of-the-nera-in-malanka

જ્યારે ઝડપાયેલા શખ્સોને નાસી છૂટેલા શખ્સો અંગે પૂછપરછ કરતા અન્ય છ શખ્સો નાસી છૂટ્યા હોવાનું ખુલવા પામ્યું હતું. જેમાં કરણભાઇ ભરતભાઇ ડાભી,રામાભાઇ બારૈયા,ગોયો બારૈયા,અજાણ્યું નાસી છૂટયા હતા આ સમગ્ર અખાડા નો મુખ્ય સૂત્રધાર ગોયો બારૈયા બહારથી માણસો બોલાવી નાળ ઉઘરાવી જુગાર રમાડતો હતો દરમિયાનમાં અન્ય બે કરણભાઇ ભરતભાઇ ડાભી,રામાભાઇ બારૈયા, પોતાની વ્હીકલમાં બહારથી માણસોને લઈ આવી જુગાર રમવાનું પૂર્ણ થઈ વ્હીકલમાં પરત મૂકી આવવાનું કામ કરતો હતો અને જુગાર રમનારાઓને સમગ્ર સુવિધાઓ પૂરી પાડવામાં આવતી હતી વરતેજ પોલીસે આ જુગારના અખાડાનો પર્દાફાશ કર્યો હતો.

error: Content is protected !!