Connect with us

Gujarat

લોકસભા પહેલા કોંગ્રેસે આપ્યો એક મોટો સંકેત, શક્તિસિંહ ગોહિલ બન્યા નિમિત્ત

Published

on

A big signal given by the Congress before the Lok Sabha, Shaktisinh Gohil became a candidate

મિલન કુવાડિયા

શક્તિસિંહ ગોહિલ આજે પ્રદેશ કોંગ્રસ પ્રમુખનો આ કારણે ન સંભાળ્યો કાર્યભાર… કોંગ્રેસના નેતાઓને એકમંચ પર લાવી એકતાનો સંકેત આપ્યો

નવનિયુક્ત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ તરીકે જાહેર થયેલા શક્તિસિંહ ગોહિલ આજે પદયાત્રા યોજી હતી. ગાંધી આશ્રમથી કોંગ્રેસ કાર્યાલય સુધી પગપાળા રેલી યોજીને શક્તિસિંહે ગુજરાતના નવા પ્રદેશ પ્રમુખ તરીકે પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી. આ રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકરો, ટેકેદારો ઉપસ્થિત રહ્યા હતા. શક્તિસિંહનું શક્તિ પ્રદર્શન કર્યુ હતું. તો સાથે જ શક્તિસિંહ ગોહિલ સાથે પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ જગદીશ ઠાકોર, અમિત ચાવડા, ભરતસિંહ સોલંકી, સિદ્ધાર્થ પટેલ, અર્જુન મોઢવાડીયા, વિધાનસભાના પૂર્વ વિરોધપક્ષ નેતા સુખરામ રાઠવા, પરેશ ધાનાણી સહિત તમામ નેતાઓ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.

A big signal given by the Congress before the Lok Sabha, Shaktisinh Gohil became a candidate

આમ, કોંગ્રેસના તમામ નેતાઓને એકમંચ પર રાખી કોઈ જૂથબંધી ન હોવાનો સંકેત આપવાનો પ્રયાસ ગુજરાત કોંગ્રેસ દ્વારા કરાયો હતો. પ્રદેશ પ્રમુખનો પદભાર સંભાળ્યા પહેલા શક્તિસિંહ ગોહિલે પદયાત્રા યોજી હતી. ગાંધી આશ્રમથી કોંગ્રેસ કાર્યાલય સુધી પદયાત્રા યોજી હતી. કોંગ્રેસના નેતાઓને એકમંચ પર લાવી એકતાનો સંકેત આપ્યો હતો. આજે પદયાત્રા યોજી, આવતી કાલથી પદભાર સંભાળીશ. રાહુલ ગાંધીના જન્મ દિવસે કામગીરી શરૂ કરીશ. પદયાત્રા શક્તિ પ્રદર્શન નહીં પણ પ્રેમનું દર્શન છે. કોંગ્રેસ છોડીને ગયેલા લોકોને પણ આવકારું છું. કોંગ્રેસની વિચારધારા સાથે સૌ સાથે આગળ વધીશું. ગુજરાતના લોકો સમક્ષ સકારાત્મ એજન્ડા સાથે જઈશું.

Advertisement
error: Content is protected !!